SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી ભાષાના શબદકેષ ૨. નર્મથાકેષ:-કવિશ્રીએ કોષના કામ સાથે સાથે કથાકાષનું કામ પણ ચાલું રાખ્યું જણાય છે. ભાગવત, મહાભારત તથા પુરાણોના કથાપ્રસંગમાં આવેલા સ્થળ-જનવાચક શબ્દો તેમની પાસે આવ્યા તે સઘળાને પણ સારે માહિતીવાળો છેષ સને ૧૮૭૦માં છપાવીને પ્રકટ કર્યો હતો. ૩. કેષાવલી:-કવિ હીરાચંદ કહાનજીએ સને ૧૮૬૫માં આ નામથી એક કોષ બહાર પાડયો હતો. આ કેષ કવિઓના ઉપયોગમાં આવે તેવા શબ્દોનો સંગ્રહ છે. તેમાં ૧૭૯૧૩ શબ્દો આવેલા છે, વાસ્તવિક રીતે તે કવિતાસાહિત્ય કષ છે. તેમાં તેર વિભાગ આપવામાં આવ્યા છે. એકાક્ષરી શબ્દ, અનેકાર્થ, ધિરાવૃત્તિ, ત્રિપ, ધિરાવૃત્તિ પંચકોશ, ત્રિરાવૃત્તિ પડુપકેષ, આદિવર્ણાશ્રુતદિરુપકેષ, ચતુર્થવણુંચુતકિપ કેપ, બિંદુયુતદ્વિરુપ છેષ, ગતાગૈકરૂપ કેષ, ગતાગડધિરુપ કષ અને યમકાનુપ્રાસાનું કોષ આ પ્રમાણે તેર વિભાગને આ કેષ છે. સાહિત્યમાં આવા કેષની પણ જરૂરીઆત ખરી અને તે આ કવિશ્રીએ શ્રમ લેઈને પુરી પાડી છે. ૪. સાત ચોપડીમાં આવતા શબ્દોના અર્થ:-એ નામથી પ્રથમ ભાગ સને ૧૮૬૮માં ર. દોલતરામ મણીરામ તથા રા. રેવાશંકર અંબારામે બહાર પાડયો હતો. તેને બીજો ભાગ સને ૧૮૭૦માં બહાર પાડયો હતો. નર્મષ પુરેપુરો બહાર પડેલો નહિ અને શાળાઓમાં વિદ્યાર્થીઓને ઓછી કિંમતે જોઈતું સાધન મળે તે ઉદ્દેશથી આ બહાર પાડવામાં આવેલા જોઈએ. ૫. રાજ્યકાર્યશબ્દાવ:–રાજપ્રકરણી પ્રચલિત લગભગ ૧૨૦૦ શબ્દોને કષ સને ૧૮૭૬માં બાળબોધ લિપિમાં બહાર પડેલો છે. પરંતુ તેનું મુખ પૃષ્ટ જતું રહેલું હોવાથી કોણે છપાવ્યો તે જાણવાનું સાધન નથી. ૬. શબ્દ સંગ્રહ (નર્મ કષમાં નહિં આવેલા શબ્દોનો સંગ્રહ) એ નામથી સને ૧૮૭૬માં પટેલ જેસીંગભાઈ ત્રીકમદાસ તથા પટેલ ત્રિભવન ગંગાદાસે ૧૨૦૦ શબ્દોને છપાવ્યો હતો. અમદાવાદ ટાઇમ્સ પ્રેસ કિંમત રૂ. ૧) રયલ ૧૦ પછ. ૭. ગુજરાતી શબ્દ મૂળદશક કોષ:-રચનાર છોટાલાલ સેવકરામે સને ૧૮૭૯માં કચ્છ દરબારી છાપખાનામાં છપાવેલો. મૂળ સરકારી કેળવણી ખાતાના ઉપરીની સૂચનાથી તૈયાર કરેલ પણ તૈયાર થતાં, તે ઉપરી સાહેબ રિટાયર થઈ ગયેલા એટલે ખાતાની મદદની આશા નહીં રહેવાથી કર્તાએ ૭૧
SR No.032064
Book TitleGranth Ane Granthkar Pustak 05
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1934
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy