SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ સન ૧૯૭૩ ના સાહિત્ય પ્રવાહે મેળવ્યા હતા. એક સાહિત્યકાર તરીકે એમની સેવા પ્રશસ્ય છે; પણ એમની નામના એક પત્રકાર તરીકે અને તેથી વિશેષ જબરજસ્ત અને સાહસિક સુધારક તરીકે પ્રસરેલી છે. વિધવાવિવાહના કાયદા તા. ૨૫ મી જુલાઈના રાજ અમલમાં આવ્યા તેની ઉજવણી સાથે કરસનદાસની જન્મતિથિ પણ અગાઉ વર્ષો વર્ષી સભાએ ભરીને ઉજવાતી, અને તે સભાએમાં એમનાં સુધારાનાં કાર્યાંની, એમને જાહેર જુસ્સા અને હિંમત, સાહસ અને વીરતા જીવનમાં કટોકટીના પ્રસગાએ એમણે બતાવી હતી, તેની મુક્તકંઠે પ્રશંસા થતી. મહીપતરામ પછી સમુદ્ર પ્રયાણ કરનાર ગુજરાતીઓમાં એ બીજા બહાદુર નર હતા. એમણે તે પ્રવાસનું એક પુસ્તક લખેલું છે તે અને એમનું અન્ય લખાણુ માહિતીવાળુ અને પ્રખેાધક માલુમ પડશે. મુંખાઈએ, જ્યાં એમની પ્રવૃત્તિ, વિશેષ કરીને હતી, એમની શતાબ્દી ઉજવવાની પહેલ કરી તે યેાગ્ય થયું હતું અને એમાં ગૌરવભર્યું એ હતું કે એ શતાબ્દી સિમિત વડાદરા નરેશ શ્રીમંત મહારાજા સયાજી રાવને, જેમણે સમાજ સુધારા પ્રત્યે બહુ સ્તુત્ય કાર્યો આરભેલા છે;–પ્રમુખ તરીકે મેળવી શકી હતી. 26 ઘણાં વર્ષોં ઉપર કરસનદાસનાં લખાણોના પુનરાહાર કરવાના પ્રયાસ સ્ત્રીમેાધના તંત્રી શ્રીયુત કેશવપ્રસાદ ટાલાલ દેસાઇએ કર્યો હતેા અને જ્ઞાનવ કમાળાના સયાજક અને સંપાદક શ્રીયુત જીવણલાલ મહેતાને સહકાર મેળવી એમનું “ નીતિવચન ” નામનું પુસ્તક ફરી પ્રગટ કર્યું હતું. તેમાં શ્રીયુત કેશવપ્રસાદે કરસનદાસને પરિચય કરાવતા એક ચરિત્ર લેખ, તેની પ્રસ્તાવનારૂપે, લખ્યા હતા, તે ઉપયાગી હોઇ અન્યત્ર; ચારે ગ્રંથકાર ચરિત્રાવળીના ‘ વિદેહી વિભાગ ’માં આપ્યા છે. સમાજ સુધારાના ક્ષેત્રમાં કરસનદાસના જમાના પછી આપણા સમાજ ખૂબ આગળ વધેલા છે, એટલે એમનાં કાર્યો આજની પ્રજાને સામાન્ય અને પરિચિત લાગશે; પણ તે કાળે એ સુધારાનાં કાર્યો ઉપાડી લેવામાં એમણે જે વિટંબણાએ વેઠી હતી, જે કા સહન કર્યાં હતાં, અને તેની પાછળ કાઇ પણ જોખમે અને ચિવટપણે વળગી રહીને એમણે એમનું ખમીર બતાવ્યું હતું, તે કોઈપણ સ્થળે અને કોઇપણ સમયે પ્રજાના આદરપાત્ર થાય. સ્વસ્થ એક. એસ. પી. લેલીએ કરસનદાસ મૂળજી વિષે ગુજરાત ર
SR No.032064
Book TitleGranth Ane Granthkar Pustak 05
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1934
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy