SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી ભાષાના શબ્દકેાષ ગુજરાતી ભાષાના શબ્દકોષ દુનિયાની દરેક પ્રચલિત ભાષાના કોષોની માફક આપણી ગુજરાતી ભાષાના કાષ પણ દિનપ્રતિદિન નવિન શબ્દોથી, નવિન પર્યાયાથી, નિવન શબ્દ પ્રયાગાથી વૃદ્ધિને પામતા જાય છે. ભાષા જેમ જેમ સમૃદ્ધ થતી જાય તેમ તેમ તેના કોષો સંવર્ધનને પામે એ જેમ સ્વભાવિક છે તેમ તે ઈષ્ટ પણ છે. વખતના વહેવા સાથે પ્રથમના કેાષાનું સ્થાન પછીના સંવર્ધિત કોષાજ છે અને પાછળના કેટલાક કોષોનું નામનિશાન પણ રહેતું નથી. આવા કોષોએ પણ તેમના સમયમાં ભાષાની ધણી સારી સેવા બજાવેલી હોય છે અને સંવર્ધનની પ્રથમાવસ્થામાં આ કોષો ઘણાજ મહત્વના તથા ખરી અગત્યના લેખાય છે. એટલે ભાષાના ઇતિહાસમાં તેઓનું આવશ્યક સ્થાન છે. આપણા સાહિત્યમાં તેવા કોષોની' જાણવાજોગ માહિતી સાથે ક્રમવાર યાદિ હોય તો ભાષાનું સ્વરૂપ ઘડવામાં અથવા તે વખતનું યથુષ્ટ સ્વરૂપ બતાવવામાં તેમને કેટલેા હાથ હતા તે જનતાના લક્ષમાં આવે તેટલુંજ નહિ પણ ભવિષ્યમાં તે કોઈ ને કાઈ રૂપે ઉપયેગી થઈ પડે. રા. હિરાલાલ ત્રિભોવનદાસ પારેખ છેલ્લાં કેટલાક વર્ષોથી ગુ. વર્નાકયુલર સોસાયટીના આ. સે. તરીકે અનેકરૂપે સાહિત્યની સેવા જીગરથી કરતા આવ્યા છે. આજથી આસરે દેઢેક વર્ષ પર એક પ્રસંગે વાતચિતમાં તેમણે સૂચના કરી હતી કે કાષાના આવા ઈતિહાસની જરૂર છે, અને તે ટુંકામાં તૈયાર થાય અને તે સેાસાયટી તરફથી પ્રકટ થતા ભાષાના ઇતિહાસમાં દાખલ કરવામાં આવે તે તે ઘણું ઉપકારક થઈ પડે, એ વાતચિત આ લેખનું જન્મ સ્થાન છે. અને “Better late than never એ ન્યાયે તેને આટલી લાંબી મુદતે પણ ઈશ્વરકૃપાથી અમલ થાય છે. ૯ વળી એનસાઈકલાપીડીયા બ્રિટાનિકા જેવા પરભાષાના સર્વસંગ્રહમાં ઘણીખરી ભાષાઓના કોષોની યાદી આપેલી છે તેમાં ગુજરાતી ભાષાના ગુજરાતી-અંગ્રેજી કાષાની એક (અપૂર્ણ) યાદિ મારા જોવામાં આવી અને એક પરભાષામાં આવી હકીકત મળી શકે અને આપણી ભાષામાં તેવું સાધન નહિ તે આપણી ખામી ગણાય એ વિચારે પણ મારા કાને પ્રગતિ આપી. ܕܕ ૬૫
SR No.032064
Book TitleGranth Ane Granthkar Pustak 05
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1934
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy