SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૪ કરવામાં આવે છે; પણ તે દલીલો અત્યારના બદલાઈ ગયેલા સંજોગોમાં વાજબી નથી. હાલ તે દરેકે દરેક વસ્તુનું મૂલ્ય અંકાય છે. સોલિસિટર એક પત્રના વાચન માટે ફી ચાર્જ કરે છે; ડોકટર સલાહ આપવાની ફી લે છે–જ્યાં ત્યાં નાણું, નાણું એજ શબ્દ સાંભળવામાં આવે છે; તે પછી લેખક, ઘરના કાગળ અને સાહી વાપરી, તે પાછળ તેને કિમતી સમય આપી અને માનસિક શ્રમ ઉઠાવી લેખ લખી મોકલે, તેનો કોઈ પ્રકારે બદલો મળવો જોઈએ. તે બદલે પછી નાણાંમાં હોય, પુસ્તકરૂપે હોય, ભેટરૂપે હોય કે પત્રની નકલમાં હોય. તેની સમજુતિ લેખક અને પત્રકાર ઉભય કરી લે. મને લાગે છે કે આવું કઈ ધોરણ આપણા પત્રકારોએ આજે નહિ તે નજદિકમાં અવશ્ય ગ્રહણ કરવું પડશે. વકીલ અને ડોકટરના ધંધામાં બુદ્ધિશાળી અને બાહોશ મનુષ્યો મોટી સંખ્યામાં ખેંચાઈને પડે છે તેમ પત્રકારના ધંધામાં જોવામાં આવતું નથી, તેનું કારણ એ છે કે એમાં ધનપ્રાપ્તિ બહુ થડી હોય છે અને મળતરના પ્રમાણમાં કામનું દબાણ પુષ્કળ રહે છે. પત્રકારને ધંધે દેખીતે જેટલો ઉજળો છે તેટલો તેમાં કામ કરનારાઓને અન્ય રીતે નિવારે છે. એક પત્રકારને ઘડીને જંપ હોત નથી. તેનું સંપાદન કામ કરનારને અને તેના મુદ્રકને રોવીસે કલાક સાવધ રહેવું પડે છે. તેના તંત્રીને એક દિવસની વિશ્રાન્તિ મળતી નથી. કામ, કામ અને કામ, રાતને દિવસ માનસિક શ્રમનું કામ એ લેકને હોય છે; તેથી ઘણાનું આરોગ્ય કથળી જાય છે અને તેઓ અકાળે વૃદ્ધત્વને પામે છે. એ ધંધાની જવાબદારી અને શિષ્ટ બહુ સખ્ત હોય છે, તેમાંય કાયદાની ચુંગાલ તેમને સદા ચિંતાગ્રસ્ત રાખે છે. પત્રના સ્વાતંત્ર્યને એ છાપખાનાને કાયદો નડતરરૂપ છે. તેના વિકાસમાં તે અંતરાયરૂપ થાય છે. હું તે વિષે કશું કહું તેના કરતાં હમણાંજ પત્ર કારિત્વના સ્વાતંત્ર્ય વિષે વ્યાખ્યાન આપતાં, ઈગ્લાંડના જાણીતા અને અગ્રગણ્ય દૈનિક માન્ચેસ્ટર ગાર્ડિયનના તંત્રીએ હિન્દમાં પ્રગટ થતા દેશી પત્રો પરના અંકુશ વિષે જે ઉદ્ગાર કાઢયા હતા તે ઉતારવા પ્રસંગોચિત થશે“In India at this day the Vernacular Press was subject to restrictions and prosecutions comparable with those of over a hundred years ago." + $ Manchester Guardian Weekly, 25th August 1933, ૨૨
SR No.032063
Book TitleGranth Ane Granthkar Pustak 04
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1933
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy