SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર ચરિત્રાવલી દીવાદાંડી (મંદાક્રાન્તા) જાતાં જાતાં સફર મહીં આ સિંધુના માર્ગ માંહી, છૂપા ઊભા ખડક તહીં જે કાળ શા નાવ કેર ! તુટયા જહાજે, ઝઝૂમી મરિયા જે ખલાસી બધા ત્યાં, દીવાદાંડી સ્વરૂપ ઝળકે પ્રાણ શું સર્વને આ? દરેથી કે જલધિજલના માર્ગમાં નાવ આવે, સંદેશાઓ ચમકી ચમકી વહાણને એ કહાવે; ના ના, ના ના, અહીં નહિ, અહીં કાળ ઊભો લપાઈ તારું આંહી જીવન સઘળું–પ્રાણ જાશે હરાઈ. સંદેશાઓ ઝબકી ઝબકી આવતા પ્રાણ કેરા, સૂણીને સૌ દિશ બદલતા નાવ કેરી ખલાસી; જાતાં મારું જીવન-જલધિ-માર્ગ જે નાવ તૂટે, દીવાદાંડી બની રહી તહીં ચેતવું સૌ પ્રવાસી. પ્રફ્લાદ પારેખ ૧૭૪
SR No.032063
Book TitleGranth Ane Granthkar Pustak 04
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1933
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy