SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ન્હાનાલાલ ચમનલાલ મહેતા, આઈ. સી. એસ. હાનાલાલ ચમનલાલ મહેતા, આઈ. સી. એસ. એઓ જ્ઞાતે દશા પિરવાડ વણિક, અમદાવાદના રહીશ; અને એમને જન્મ ગીરમથામાં સન ૧૮૯૨માં થયું હતું. એમના પિતાનું નામ ચમનલાલ છોટાલાલ અને માતુશ્રીનું નામ શ્રીમતી મતી છે. એમનું લગ્ન શ્રીમતી શાન્તાબહેન સાથે થયું હતું. એઓ કેમ્બ્રીજ યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ છે; બારિસ્ટર થયેલા છે; તેમ આઈ. સી. એસ. ની પરીક્ષા પાસ કરી હતી. હાલમાં તેઓ ફત્તેહપુર સંયુક્ત પ્રાંતમાં–કલેકટરના એદ્ધાપર છે. તેઓ અભ્યાસ કરતા ત્યારથી કવિતા અને ગદ્યલેખ “વસન્ત” વગેરે માસિકમાં લખી મોકલતા. ચિત્રકળા એમને ખાસ પ્રિય વિષય છે; અને એ વિષય પર એમણે બે સ્વતંત્ર ગ્રંથ Studies in Indian Painting and Gujarati Painting in the 18th Century લખ્યા છે, જે એ વિષય પર પ્રમાણભૂત લેખાય છે અને વિદ્વર્ગ તરફથી તેની પ્રશંસા થયેલી છે. નજદિકમાં “ભારતીય ચિત્રકલા” એ નામનું પુસ્તક હિંદીમાં બહાર પડનાર છે. ગુજરાતમાં ચિત્રકળાને શોખ ઉત્પન્ન કરવા તેઓ ખાસ કાળજી લે છે અને ગુજરાતી ચિત્રકળાને ઉત્તેજન આપવા બનતે પ્રયત્ન કરે છે. | ગુજરાતી સિવિલીયમાં એમની કીર્તિ બહોળી પ્રસરેલી છે; અને એક નિષ્ણાત હિન્દી કળાના અભ્યાસી અને વિવેચક તરીકે એમની ગણના થાય છે. :: એમની કૃતિઓ : 1. Studies in Indian Painting 1928 2. Gujarati Painting in the 15th Century 1932 ૩. ભારતીય ચિત્રકલા (હિંદી) ૧૯૩૩ ૧૩૭
SR No.032063
Book TitleGranth Ane Granthkar Pustak 04
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1933
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy