SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર ચરિત્રાવલી દુર્લભજી ત્રિભુવનદાસ ઝવેરી એએ દશાશ્રીમાળી જૈન જાતિના છે. મૂળ વતની મેારીના છે. જન્મ સંવત્ ૧૯૩૪ ચૈત્ર વદ ૧૩ને છે. મેટ્રીક સુધીના અભ્યાસ કરી વ્યાપારમાં જોડાયા. પચ્ચીસ વર્ષ થયાં જૈપુરમાં ઝવેરાતની પેઢી છે. શિક્ષણ સાથે સાથે સાહિત્ય પ્રેમ પણ પાધ્યા કર્યાં, પરિણામે ઘણી સભાએના સેક્રેટરી થયા. પ'દર વર્ષની વયથીજ જુદા જુદા માસિકામાં શ્રી ઝવેરી–મેારી’· સંજ્ઞાથી લેખેા લખવા શરૂ કરેલા. મારખી ખાતે ભરાયેલી કાઠીયાવાડ પોલીટીકલ કાન્ફરન્સના તેએ મંત્રી હતા. એ સમયના મુખ્ય માસિકે આ ધપ્રકાશ' વિગેરેમાં લેખા આવ્યા કરતા. બુદ્ધિપ્રકાશમાં પણ એમના લેખા છપાયા છે. મુંબઈ સમાચારના નવા વર્ષના અંકામાં એમના લેખા ખાસ હોયજ. સયાજી વિજય' વિગેરે સાપ્તાહિકામાં એમનાં ‘મધનું એક બિંદુ” વિગેરે લેખાએ સારૂં આણુ કરેલું. એમના લાંબા લેખા જુદા પુસ્તકારૂપે પણ પ્રસિદ્ધ થતાં; જેમાં ‘અર્વાચીન આર્યાં,’ ‘સુભદ્રા’ વિગેરે સાપ્તાહિકની વાર્ષિક ભેટ તરીકે પણ અપાયેલાં છે. હમણાં હમણાં તેએ જૈન પ્રકાશ'માં ખાસ લખતા રહે છે. પચ્ચીસ વર્ષ પહેલાં સ્થા. જૈન કેાન્ફ્રન્સને જન્મ આપી મેરખીમાં પ્રથમ આધવેશન ભર્યું ને મુખ્ય મંત્રી તરીકે કામ કર્યું. આજ સુધી તેએ શ્રી સંધસેવક તરીકે પૂર્ણ ઉત્સાહપૂર્ણાંક કા કરી રહેલ છે. તા. ૨૨મી એપ્રિલ ૧૯૩૩ના રોજ અજમેરમાં મળેલી જૈનેાની માટી કાન્ફરન્સના પણ તેએજ મુખ્ય મંત્રી હતા; અને હજાર-પંદરસો વર્ષમાં ન થયેલ એવું સાધુ સંમેલન પણ મેળવ્યું, જેમાં જૈન સાધુએ પગે ચાલીને કચ્છ અને કાશ્મીર જેટલે દૂરથી આવ્યા હતા. ૬૦૦૦૦ જૈનેએ સભામાં હાજરી આપી હતી. સ્થા. જૈન સમાજે “ જૈન ધમ વીર”ની માનવંતી પદવી સાથે હીરાવાળા ‘નવરત્ન’ના ચાંદ અર્પણ કરી એમના શ્રમની કદર કરી છે. હજુ પણ એ સેવા ચાલુ છે. બ્યાવર જૈન ગુરૂકુલના તેએ કુલપતિ છે. 66 66 પ્રેાફેસર રવજી દેવરાજ સાથે મળી શ્રી આચારાંગજી સૂત્ર અને શ્રી ઉત્તરાધ્યયનજી સૂત્રનાં ગુજરાતી ભાષાંતરા જૈન સ્કોલસ”ને નામે સહકાર આપી પ્રસિદ્ધ કર્યા છે. તેમાં પુરેપુરા પરિશ્રમ ઉઠાવી એ સૂત્રેાની છુટનોટા એમણેજ લખી છે. એમની કૃતિ. ૧. પુજ્યશ્રી શ્રીલાલજી. ૧૨૮ સંવત ૧૯૮૦
SR No.032063
Book TitleGranth Ane Granthkar Pustak 04
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1933
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy