________________
ગ્રંથકાર ચરિત્રાવલી
ચંદુલાલ જેઠાલાલ વ્યાસ
એઓ જ્ઞાતે ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ, મૂળ વિરમગામના વતની પણ હાલમાં વઢવાણમાં વસે છે. એમના પિતાનું નામ જેઠાલાલ પુરૂષોત્તમ અને માતાનું નામ બાઈ નાથીબાઈ–તે રાવળ હરજીવનની દિકરી-છે. એમનું લગ્ન સં. ૧૯૫૮ના મહા વદ પાંચમના રોજ ધ્રાંગધ્રામાં સૌ. લલિતા સાથે થયું હતું.
એમણે ગુજરાતી સાત ઘેરણને અભ્યાસ ગોંડલની તાલુકા સ્કૂલમાં કર્યો હતો; અને ઈંગ્રેજીને અભ્યાસ ગેડલ તથા વીરમગામમાં કર્યો હતો.
એઓ “ બહુરૂપી” અને “ બિરાદર' ના તંત્રી અને માલિક છે.
રોમાંચક અને ડિટેકટીવ લખાણ તથા વાચન ખાસ એમને પ્રિય વિષય છે.
સને ૧૯૧૪માં એમણે “નિઝામશાહીને વઝીર' એ નામનું ભેટનું પુસ્તક “પ્રજાબંધુ” પત્રને લખી આપ્યું હતું. એ એમનું લખેલું પ્રથમ પુસ્તક હતું.
:: એમની કૃતિઓ :: ૧. નિઝામશાહીને વફાદાર વઝીર
સન ૧૯૧૪ ૨. ચમત્કારિક ગુફા, ભા. ૧-૨
, ૧૯૧૮ ૩. પંચાસરનો જ્યશિખરી, ભા. ૧-૨
, ૧૯૧૯-૨૦ ૪. અભુત લૂટારે
, ૧૯૨૦ ૫. વેર વસૂલ, ભા. ૧-૨-૩-૪
,, ૧૯૨૦-૨૧ ૬. ચમત્કારિક ખૂન
૧૯૨૨ ૭. આગ્રાને ખજાને ૮. શેરલોક હોમ્સનાં સાહસ કાર્યો ૯. ભયંકર ભેદ ૧૦. કુટુમ્બીનું કારસ્થાન, ભા. ૧-૨ ૧૧. ભૂલને ભેગ ૧૨. સોનેરી ટોળી ૧૩. ચાલીસ ચહેરાને માણસ ૧૮. વિપત્તિનું વાદળ
૧૯૨૪ ૧૨૪