SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર ચરિત્રાવલી • હતા. વઝવર્થ, કોલેજના પ્રિન્સિપાલ હતા, પીટર્સને સંસ્કૃતના પ્રોફેસર હતા, અને ભાંડારકર એમના મદદનીશ હતા. વર્ડઝવર્થની શિક્ષણપદ્ધતિ ઉત્તમ હતી. એ જે શિખવતા તે પરીક્ષા પાસ કરાવવાના હેતુથી નહીં, પણ ખરા ઉમંગથી શિખવતા. જે વિષય ‘શિખવતા હોય તેનું સારું જ્ઞાન આપવું એટલું જ નહીં, પણ તેમાં રસ ઉત્પન્ન કરે, તેમાં વિદ્યાથી ઓને આનન્દ પડે એવું કરવું, તેઓને એ વિષયના અભ્યાસનું વ્યસન લાગે એવું કરવું, એ તરફ એમનું ખાસ લક્ષ હતું. હાલમાં ઘણા પ્રોફેસરે કરે છે તેમ એ આખા કલાક સુધી ભાષણજ નહોતા આપ્યા કરતા, પણ ઘણી વાર વિદ્યાર્થીને પ્રશ્ન પૂછીને તેની પાસે ઉત્તર કઢાવતા. વવર્થ સાહેબ કલાસમાં આવે કે પ્રથમ વિદ્યાર્થીઓની હાજરી પૂરે, પછી એક વિદ્યાર્થીને ઊભો કરે, પિતે ભાષણ આપતા જાય, અને વચમાં વચમાં પિલા વિવાથીને ઓચિન્તા સવાલો પૂછતા જાય,–એ એમની શિખવવાની રીત હતી. એફ. ઈ. એ. ના વર્ગમાં ઈગ્લાંડનો ઈતિહાસ પહેલા વિલિયમથી તે ત્રીજા રિચર્ડ સુધી, અને ગ્રીસનો ઇતિહાસ આખો શીખવવાનો હતો. એ વિષય વર્ડ્ઝવર્થ શિખવતા. આખા વર્ષમાં એમણે ઈગ્લાંડનો ઈતિહાસ પ્રથમથી માંડીને પહેલા વિલિયમ સુધી–એટલે જ્યાંથી શીખવાનો શરૂ કરવાનો હતો ત્યાંસુધી –શીખવ્યો, પણ એટલામાં ઈતિહાસનું એવું તો સારું જ્ઞાન આપ્યું અને ઇતિહાસમાં એ તો રસ ઉત્પન્ન કર્યો કે તેની અસર રા. કમળાશંકર જેવાના મન ઉપર હંમેશને માટે રહી અને એમના હાથ નીચે ભણેલા વિદ્યાથીઓને, તેમજ એમનો અંગ્રેજીમાં લખેલ “ઈંગ્લાંડને સંક્ષિપ્ત ઇતિહાસ’ વાંચનારાઓને પણ તે અતિ લાભદાયી થઈ પડી. ઈતિહાસ શિખવતી વખતે વર્ડ્ઝવર્થ સાહેબ “ “Freeman's Sketch of European History" 342 514ડિઓ વાંચવાની સર્વને ભલામણ કરતા. ઈતિહાસ સિવાય બેકનની નિબબ્ધ અને શેકસપિયરનાં નાટક, એ પણ વવર્થ જ શિખવતા. 3. રામકૃષ્ણ ગોપાળ ભાંડારકરને પણ ઘણી ખંતથી શિખવવાની ટેવ હતી. એઓ સંસ્કૃત શિખવતા તે ઘણુંખરૂં છોકરાઓ પાસેજ ભાષા ન્તર કરાવતા, અને જ્યાં પાઠફેર હોય ત્યાં આગળ કે પાઠ સારે છે તેનો નિર્ણય પણ તેમની જ પાસે કરાવતા. કહમ અંગ્રેજીના પ્રોફેસર હતા. એ અને 3. પીટર્સને બેઉ અંગ્રેજી ૧૦૦
SR No.032063
Book TitleGranth Ane Granthkar Pustak 04
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1933
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy