SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ રા. બા. કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી અમદાવાદ હાઈસ્કૂલમાં બદલી થયેલી ત્યાર પછી તે અમદાવાદમાં પણ પિતાના સુરતના શિષ્ય કમળાશંકરના વખાણ કરતા, અને તેનો દાખલો લેવાનું બીજા વિદ્યાર્થીઓને કહેતા. સુરતમાં તે વખતે ફર્સ્ટ ઍસિસ્ટંટ તરીકે પ્રખ્યાત મિ. ભાભા, જેઓ થોડો જ વખત પહેલાં મિસોરમાં કેળવણીખાતાના સૌથી ઉપરી અમલદાર હતા, તે હતા. એઓ જ્યારે શિક્ષક થઈને આવ્યા ત્યારે ખા. બ. દલાલે છોકરાઓને તેઓનાં સદ્ભાગ્યને માટે અભિનંદન આપ્યું હતું અને મિ. ભાભાની ઘણી પ્રશંસા કરી હતી. પણ એ સભાગ્ય લાંબા વખત સુધી ટયું નહીં, કારણ કે તેઓ એ નિશાળમાં બેત્રણ મહિના જ રહ્યા. ત્યારપછી વલ્લભરામ ફર્સ્ટ આસિસ્ટંટનું કામ કરતા હતા. વર્ષના મધ્યભાગમાં થોડો વખત હેડ માસ્તર તરીકે દી. બ. અંબાલાલ સાકરલાલ અને સિસ્ટંટ તરીકે મી. ગીમી હતા. દીવાન બહાદુરની શિક્ષણપદ્ધતિ ખા. બ. દલાલ કરતાં કંઈક જુદા પ્રકારની હતી. બેઉનું શિક્ષણ અસરકારક હતું, પણ ખા. બ. દલાલ થડા વખતમાં ઘણું શિખવવાની વૃત્તિ રાખતા, અને નઠારામાં નઠારા છોકરા કંઈક જાણે, પણ સારા છોકરાઓ તેનાથી ઘણું વધારે જાણે એવું પરિણામ લાવવાનો પ્રયત્ન કરતા, ત્યારે દી. બ. અંબાલાલ થોડુંજ શિખવતા પણ તે પાકું શિખવતા. એ સમયે મોટ્રક્યુલેશનમાં અંગ્રેજી કવિતાઓનું વિવરણ (પરાક્રુઝ) કરવું એ ફરજિયાત હતું, અને છોકરાઓને જુદા જુદા કવિઓની સારી સારી કૃતિઓમાંથી ઉત્તમ ફકરાઓ શિખવવામાં આવતા હતા. રા. કમળાશંકર પાછળથી જ્યારે નડિયાદ હાઇસ્કૂલના હેડમાસ્તર થયા ત્યારે એમણે કાવ્યવિવરણ શિખવવા માટે એજ પદ્ધતિ સ્વીકારી હતી. આ વખતે રા. કમળાશંકરના સહાધ્યાયીઓમાં રા. ઈચ્છારામ ભગવાનદાસ દલાલ (જેઓ થોડા વખત પહેલાં પૂનામાં ઍ. ડાયરેકટર ઑફ એગ્રિકલ્ચર હતા તે), રા. ગાંડાભાઈ ઈદ્રજી (જેઓ ડેપ્યુટી કલેક- ટરનો ઓદ્ધો ભેગવે છે તે), રા. છગનલાલ કાજી (જે હાલ જુનાગઢમાં એક મેડિકલ ઑફિસર છે તે), હોસંગજી વાણિયા (અમદાવાદના જાણીતા વકીલ) એ મુખ્ય હતા. સ્કૂલમાં એમને પિતાને નંબર ઘણુંખરૂં પહેલો રહેતો. તે વખતના પ્રિન્સ ઑફ વેલ્સ અને સ્વ. રાજાસાહેબ સાતમા એડવર્ડ જે વર્ષે મુંબઈ આવ્યા તે વર્ષે, એટલે ઈ. સ. ૧૮૭૫માં, રા. કમળા
SR No.032063
Book TitleGranth Ane Granthkar Pustak 04
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1933
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy