SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી સાયિક પથોડ ઉપલાં એ પત્રકા વિગતવાર તપાસતાં માલુમ પડે છે કે વ`દોઢ વર્ષ દરમિયાન ૬૧ નવાં સામયિકપત્રા નિકળ્યાં હતાં; અને સામયિક પત્રાની એકંદર સંખ્યાની સરખામણીમાં તેનું પ્રમાણ પચીસ ટકાથી વધુ થવા જાય છે. સામયિકપત્રા વેચનારની દુકાનપર થોડાક સમય આપણે થાભીશું તો થાકબંધ પત્રા ચિત્ર તેમ રંગબેરંગી પુંઠાવાળાં, તેના વિવિધ પ્રકારના નામાભિધાનથી ધ્યાન ખેંચશે તેમજ સામાન્ય જનસમૂહ તેની નકલા ઉપરાચાપરી ઉપાડતા જોવામાં આવશે. તે બતાવી આપે છે કે જનતાને નવા વાચનના શોખ લાગ્યા છે; અને તે શેાખ કેળવાય અને ખીલે એવી તજવીજ કરવી, એ પત્રકારનું મુ વ્ય છે. આ સઘળું વાચનસાહિત્ય મુખ્યત્વે જેને સામાન્ય રીતે હળવું સાહિત્ય કહેવાય એ પ્રકારનું છે, તે ઘણુંખરૂં દર અઠવાડિયે બહાર પડે છે અને તે પત્રાની સંખ્યા આશરે ૨૫ની છે. વળી નવાઈ જેવું એ છે કે એમાંના મેટો ભાગ વ દાઢવમાં અસ્તિત્વમાં આવેલા છે; પણ તે પરથી આપણે એક અનુમાનપર આવી શકીએ કે જનસમૂહ હેળવું સાહિત્ય માગી રહ્યા છે. આ પ્રકારનાં બે ત્રણ અટવાડિકા સારી સફળતા પામતાં, તેની સ્પર્ધામાં ત્યારપછી પુષ્કળ અઠવાડિકા પ્રસિદ્ધ થવા લાગ્યાં; તેમ છતાં એ ઘડી મેાજ' અને વીસમી સદી' એ એ જાણીતાં અવાડિકા તેનું મુખ્ય સ્થાન અદ્યાપિ સાચવી રહ્યાં છે. તે બંને પત્રાના ફેલાવા બહેાળા અને મોટા છે; અને તેમની, વાચકને આકર્ષવાની અને તેમને મનપસંદ અને રમુજ આપે એવું વાચનસાહિત્ય પૂરૂં પાડવાની, કાબેલિયત અને કુનેહ તારીફ કરવા લાયક છે. સામાન્ય વાચકને તેમ સાહિત્યરસિકને તે સતાષી શકે છે એજ તેની ખૂબી છે. એ કાટિનું પણ કંઈક ગંભીર વાચનસાહિત્ય આપતું, સામયિક જીવનપ્રશ્નને, સ્વતંત્ર રીતે, વિચારાત્મક શૈલીમાં ચતું, લુપ્ત ‘સૌરાષ્ટ્ર”ની ગરજ સારતું પણ તેનું સ્થાન પુરતું નહિ, એવું ‘ફુલછાબ' ટુંક મુદતમાં સારી નામના પામ્યું છે. તેની કલમ જેવી સચોટ છાપ પાડી શકે છે, તેવી સીધી અસર બહુ થાડા અઠવાડિકા ઉપજાવી શકતા હશે. તેનું લખાણ પણ પ્રગતિમાન વિચારાથી તે રાષ્ટ્રીય ભાવનાથી રંગાયલું, જોરદાર હોય છે, ફક્ત તેમાં ૧૧
SR No.032063
Book TitleGranth Ane Granthkar Pustak 04
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1933
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy