SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર ચરિત્રાવલી રા. બા. કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી રા. રા. કમળાશંકર પ્રાણશ'કર ત્રિવેદીનેા જન્મ વિ. સં. ૧૯૧૩ ના આશ્વિન માસના કૃષ્ણપક્ષની અષ્ટમીને દિવસે, એટલે ઇ. સ. ૧૮૫૭ના અટેમ્બર માસની ૧૧મી તારીખે સૂર્યપુર ( સુરત ) માં થયા હતા. તે વખતે એમના પિતાનું ઘર આમલીરાન (જ્યાં હજી પણ નાગરેાની ઘણી સારી વસ્તી છે, ત્યાં ) આગળ હતું. એમનું હાલનું મકાન હાડિયે ચકલેથી અંબાજીના દહેરા તરફ જતાં ડાબા હાથ પર આવેલું છે. નિર્દોષ અને સાત્ત્વિક આનંદથી ભરેલાં પ્રથમનાં પાંચછ વર્ષ પૂર થયાં એટલે એમના વિદ્યાભ્યાસના આરંભ થયા, અને એમને ઈચ્છારામ મહેતાની એડિઆ નિશાળમાં મૂકવામાં આવ્યા. એ મહેતાજી હિસાબમાં ઘણાજ હેાશિયાર હતા; ‘ એક પૈસાનું શેર તેા નાસરીનું શું ? એવા એવા ઝીણા પ્રશ્નો પણ એ પૂછતા, એ પ્રશ્નોના ખરા ઉત્તર મળેથી સંતુષ્ટ થતા, અને ખરા ઉત્તર ન આપી શકે એવા ઠાઠ નિશાળિયાને પેાતાની લાંબી સેટી વડે ચમકાવતા. નિશાળેામાં સોટીના ઉપયાગ એ વખતે સાધારણ હતા, અને ઈચ્છારામ મહેતાજી માથા લગણ પ્હોંચે એવી પેાતાની લાંખી સાટી વડે ચેાગ્ય સમયે અને યેાગ્ય પાત્ર ક્લેઈને જે દાન કરતા તેમાં તેમનું ઔદાર્ય અથવા બુદ્ધિચાતુર્ય ખીજા શિક્ષકા કરતાં વિશેષ હતું એમ માનવાનું કંઈ પણ કારણ નથી. એમની નિશાળ ઘણી નામીચી હતી. એમના પુત્ર વલ્લભરામ, ગોપીરાની પ્રેમચંદ રાયચંદ કન્યાશાળાના હેડ માસ્તર હતા. “તાહને વઢો મુળા: ” એ શિક્ષણશાસ્ત્રના પ્રાચીન સૂત્રને અનુસાર આંક અને હિસાબનું જે શિક્ષણ તે વખતે ૬-૭ વર્ષના બાળકને મળ્યું હશે તે હાલના કરતાં ઘણું ચઢીઆતું અને સંગીન હશે એમાં સંશય નથી. એકડિયા નિશાળનું એ શિક્ષણ પૂરું થતાં રા. કમળાશ’કરને ગેાપીપરાની છઠ્ઠા નંબરની મ્યુનિસિપલ ગુજરાતી નિશાળમાં મેકલવામાં આવ્યા. એ સમયે સુરતમાં મહેતાજી'ની માનભરી પદવી મેળવવાને ભાગ્યશાળ થયલા અને પેાતાના કર્તવ્ય બજાવવાની કુશળતા વડે વિશેષ નામાંકિત થયલા એવા ત્રણ શિક્ષકો સર્વે નાગર બ્રાહ્મણ જ્ઞાતિના હતા, અને એ સર્વે સુરતના જાણીતા સુધારક દુર્ગારામ મછારામ મહેતાજીના શિષ્ય હતા એ વાત ખાસ લક્ષ ખેંચે એવી છે. સુરજશંકર મહેતાજી સગરામપરાની નિશાળમાં હતા, ત્રિપુરાશંકર મહેતાજી ભાગાતળાવ આગળની પહેલ ૯૪
SR No.032063
Book TitleGranth Ane Granthkar Pustak 04
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1933
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy