SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર ચરિત્રાવલી : ડાબે પગે ભીસાવાથી મને મોટી ઈજા થઈ હતી, એથી ત્યાં એક માસ પર્યત ખાટલો લેવો પડ્યો હતો. એ વખતે કવિઓ અને સુજને મારી પાસે આવતા અને દીલગીર થઈ મને કહેતાં કે, અહિં આવ્યાને કશો લહાવ કે લાભ લેવા નહિ, એ ખોટું થયું. હું તેમને કહેતો કે દેવઈચ્છા બળવાન છે; આપણું ધાર્યું થતું નથી, ઉપરથી આમ કહેતે, પણ મનમાં નિશ્ચય હતા કે, ઈશ્વર મારું ધાર્યું પાર પાડશે, અને મારૂ અત્ર આવવું સાર્થક થશે. મહારાવશ્રીની મુલાકાત થતાં તેમને મારે શું સંભળાવવું એ વાતને નિશ્ચય કરી ખાટલામાં પડે પડે મેં કંઈક કવિતા કરી હતી. જરા ટટાર થતા મેળાપને યોગ આવતાં તે સંભળાવી, એથી તેઓ એટલાં પ્રસન્ન થયા કે, મારો સત્કાર બીજા કવિઓ કરતાં શ્રેષ્ટ થયો હતો. મારી કવિતામાં મહારાવશ્રી પાસે મારું આવવાનું કારણ, તેમને વિષે શું જોયું તથા આશીર વચન, આ ત્રણ વાત હતી. જે તેઓ શ્રીએ પ્રસંન્ન વદને એકાગ્ર થઈ સાંભળી કવિતાવાળે કાગળ મારી પાસેથી માંગી લઈ તેમાંની કવિતાઓનું લક્ષપૂર્વક અવલોકન કર્યું હતું. હું મારે ઉતારે જતાંજ રૂા. ૧૫૦) ની શીખ મારે માટે એ પછી દરબાર તરફથી આવી હતી. ભાવનગરનાં જોઇન્ટ સેશન જજ રા. રા. મોતીલાલ ત્રીભોવનદાસ સટ્ટાવાળા જે વગર મળે મારી ગ્રંથ કૃતિ આદિથી મારા મિત્ર થયા હતા. તેમના આગ્રહથી તેમને મળવા હું સંવત ૧૯૬૧ ના ભાદરવામાં ભાવનગર ગયો હતો. ભાવનગરના એ સમયના દિવાન રા. રા. પ્રભાશંકર દલપતરામ પટણીનાં સૌજન્ય વિષે મેં પુપર સારું સાંભળ્યું હતું, એથી ત્યાં ગયા પછી તેમને મળે, અને સાંભળ્યા પ્રમાણેના તેમના સુગુણનો અનુભવ કર્યો છે કે હું તેઓને ઓળખતે નહોતું, પણ તેઓ મને નામથી જાણતાં, એથી તેમની મુલાકાતને લાભ સારી રીતે મળ્યો. તેઓશ્રી સાહિત્ય ભોગી અને કવિતા કરી જાણનાર હોવાથી તેમની સાથે સ્વલ્પ સમયમાં કાવ્ય વિનોદ કરવાથી મારાથી તેમને બહુ આનંદ ઉપજેલો મેં જોયો હતો. તેઓશ્રીએ ભાવનગરના નામદાર ઠાકોર શ્રી ભાવસિંહજીની મુલાકાતનો યોગ કરી આપવાથી હું તે નામદારને મળ્યો હતો અને મુલાકાતમાં તેઓ શ્રીને આશીરવાદની કવિતા સંભળાવી હતી. એથી તે નામદાર ઉદાર નૃપતિ તરફથી રૂ. ૧૫૦) શીરાવના મને મોકલવામાં આવ્યા હતા. આજ સુધીમાં કચ્છ દરબાર તરફથી મારા ગ્રંથોને બીજા સ્થળો કરતાં સારું ઉત્તેજન મળ્યું છે. મૂળથી જ કચ્છ દરબાર કવિઓનો આશ્રય ૯૨
SR No.032063
Book TitleGranth Ane Granthkar Pustak 04
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1933
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy