SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ - ગ્રંથકાર ચરિત્રાવલી : મેં મારા પ્રત્યેક ગ્રંથની પ્રસ્તાવનામાં ભારે લગતી હકિકત ટૂંકામાં લખી પ્રસિદ્ધ કીધી છે, એટલે અત્ર તે વિષે પુનરુક્તિ કરતા નથી. મારી બદલી ખેડે થયા પછી સન ૧૮૮૨ સંવત ૧૯૩૮ માં મેં મારૂ નિવાસ સ્થળ અમદાવાદમાં કરી જ્ઞાતિ વહેવાર ત્યાંજ બાંધે. આમદનું ઘરબાર પિતાના દેવામાં ડૂબી ગયું હતું, છતાં ઈશ્વર કૃપાથી વાદેવીના સહાય અમદાવાદમાં પ્રતિષ્ટા સાથે હતું તેથી શ્રેષ્ઠ સર્વ સંપાદન થયું, સન ૧૮૮૮ની સાલમાં અમદાવાદના જોઈન્ટ સેશન જજ દયારામ ગીદુમલે “હિંદુસંસાર સુધારા સમાજ”માં ઉપદેશકની જગાએ મારી પેજના રા. સા. મહીપતરામ રૂપરામ તથા વકીલ કેશવલાલ મેતીલાલના અભિપ્રાયથી કરવાથી હું મારી નોકરી પરથી વર્ષ એકની રજા લઈ એ જગાએ જોડાયો હતો. એ જગાએ જોડાતા વારમાં મેં ભાષણ વખતે શ્રોતાઓને શીધ્ર બેધ કરે એવી “ બાળ લગ્નને નિષેધ” એ નામની કવિતા રૂપ રોયલ સોળ પેજી એક ફર્માની ચોપડી ચાર દિવસમાં તૈયાર કરી તેની બે હજાર પ્રત છપાવી; જે ભાષણ આપતાં થોડા વખતમાં ખપી જવાથી તેની બીજી આવૃતિની બે હજાર પ્રત છપાવી હતી તે પણ શ્રોતાઓમાં ઉપડી ગઈ હતી. ગુજરાતના ઘણાખરા કબા, શહેરે, તથા મુંબઈમાં મારા ભાષણોથી સારી અસર થયેલી મેં જોઈ હતી અને તેથી ભારે બહુ સુજનો સાથે સ્નેહ થયે હતો. પ્રતાપ નાટકની પ્રસિદ્ધિ માટે મેં લીધેલી રજા પુરી થયા પછી મારી બદલી નડિયાદ મારી મૂળ જગાએ થઈ હતી જ્યાં જગ્યામાં ત્યાંને ત્યાં ફેરફરીમાં મારો પગાર રૂ. ૨૦) થયે હતો, એકંદરે મેં ઓગણીસ વર્ષ નડિયાદમાં ગાળ્યા હતા, જ્યાં રહી કાર્ય પર લાંબી રજાઓ ભોગવી હતી. નડિયાદમાં મારે પગાર વધવાનો વેત નહોતે, એથી ડેપ્યુટીઓએ બીજે બદલી કરાવી પગારમાં વધારો કરાવવા પ્રેરણા કરી હતી; પણ મેં જે મિષથી મને હાનિ પહોંચી હતી તેથી જ મારી વૃદ્ધિ કરવાનો સંકલ્પ કર્યો હતો તેથી નડિયાદ છોડી બીજે જવાની ના પાડી હતી. ઇશ્વરે મારો સંકલ્પ સિદ્ધ કર્યો અને હું ૫૧ વર્ષની વયેજ સંતોષ માની પંચાવન પુરા થયા પહેલા નોકરીથી છૂટો થયો. મૂળથી જ હું છુટા વિચારને, સાકર માંખણ ધરાવી મેટાઓના મન મેળવનાર નહોત, પણ પ્રસંગે સત્ય વાતને મારી વાણથી નિંદર્શન કરી જ્ઞાનવાન મહજને અને તેવાજ મહીશોના મન આકનારો હતા, તેને માટે એકજ ઉદાહરણ અત્ર આપું છું –
SR No.032063
Book TitleGranth Ane Granthkar Pustak 04
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1933
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy