SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર ચરિત્રાવલી રાતમાં એ બીજા પ્રેમાનંદ કહેવાશે !” મારી ગ્રંથ કૃતિઓથી મારી ગણના તેમને વખતના વહેવા સાથે એ પ્રમાણે થઈ હતી. ભરૂચમાં લીલાવતી કથા સભામાં સંભળાવતા શ્રોતા બહુ પ્રસન્ન થયા હતા, તે સમયે રા. બા. ચુનીલાલ પોતાને ઉપજેલે આનંદ દર્શાવતા બોલ્યા હતા કે, “અમદાવાદ શહેરને માટે જેમ કવીશ્વર દલપતરામ છે, તેમ હવેથી આપણા શહેરના કવિ ગણપતરામને ગણવા.” ઉપર પ્રમાણે ભરૂચમાં મારા ઉદયનું પ્રભાત થઈ ભાગ્ય ભાનુનાં કિરણ જરા જણાતાં કષ્ટનું કાળું વાદળ ચઢી આવ્યું; રા. સા. ગોપાળજીને ખેડા જીલ્લામાં ગયા પછી તેમના સ્વભાવની ઉગ્રતાને લીધે પિતાની એફીસના કારકુનો તથા કેટલાંક મહેતાજીઓ સાથે અણરાગ થય. સાવધાનપણું થોડું, તડાક ભડાક દેશ કાળ જાણ્યા વીના બેલવું અને અંતઃકરણ ઉઘાડુ એ દેણે તેમનું અનિષ્ટ ઇચ્છનારાઓએ એમના ઉપરી ઇન્સ્પેકટર સાહેબના કાન ભર્યા તથા તેમના ભડભડિયા સ્વભાવનું છીદ્ર તેમના આગળ ધર્યું. આથી થયું એમ કે, એમના સંબંધમાં જે જે આવેલા તેમને માથે તવાઈ આવી; જેમાં મુખ્ય હું હતો. જો કે રા. સા. ગોપાળજીએ મારું કશું દળદર ફેડયું નહોતું, પણ આવતાવારને તેમની મારેલી પાથી પાછો પડયો હતા, તો પણ મારા ગુણ જાણું પાછળથી મને તેમને ચાલ્યો હતો અને તેમની રૂડી સલાહ સ્વીકારી મેં ભરૂચ જીલ્લાને કેળવણી ખાતાને ઈતિહાસ કેળવણી ખાતાના વરિષ્ઠ અધિકારી સાહેબ તરફથી મારી સારી કદર થવા મેં રચ્યો હતો. ઈન્સ્પેકટર મી. ઈ. જાઇસ સાહેબને ગોપાળજી સંબંધમાં વાંકું પડવાથી મારું ઈષ્ટ થવા મેં કીધેલ યત્ન મારું અનિષ્ટ કરતાં થઈ પડ્યો. જો કે મારા યત્ન સંબંધમાં વિર્ય ગુજરાતી ગ્રંથ વિવેચક રા. સા. નવલરામ લક્ષ્મીરામે ૧૮૯૮ના “ ગુજરાતી શાળા પત્ર” અંક પાચ-છ માં ભરૂચ જીલ્લાના કેળવણી ખાતાના ઇતિહાસનું વિવેચન કરતાં મારી કૃતિની પ્રશંસા કરી મારું ભવિષ્ય સારું ભાળ્યું હતું, છતાં આ વખતે તે તેથી હું રાહુની દશામાં આવી પડે; મારો પાંચ વર્ષને પુત્ર ગત થયું હતું, હું અવસાનના મંદવાડમાંથી જરા પાસુ ફેરવતો થયો હતા તેવામાં ઈન્સ્પેકટર સાહેબે મુકામ અમદાવાદથી ભરૂચ તા. ૧૬ ડિસેંઅર સન ૧૮૭૮ના રોજ સાંજરે આવી ગોપાળજી સંબંધમાં તથા મારા ગ્રંથ સંબંધમાં મને સતાવી જોયો, પણ મેં નિડર પણે જે સત્ય હતું તેજ નિવેદન કર્યું; તા. ૨૨ મી ફેબ્રુઆરી સન ૧૮૭૯ના દિવસે પણ ૮૪
SR No.032063
Book TitleGranth Ane Granthkar Pustak 04
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1933
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy