SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર ચરિત્રાવલી જોશી સાંકળેશ્વર આશારામનું જીવનચરિત્ર જોશી સાંકળેશ્વર આશારામનો જન્મ આશરે સંવત ૧૮૭૧ની સાલમાં થયો હતો. અને જાતે રાયકવાળ બ્રામણ હતા. જેશીજીને જન્મ અમદાવાદમાં રાયપુર દરવાજા પાસે હાલમાં જ્યાં મોરલીધરનું મંદીર છે તેમાં થયો હતો. એમનું અસલ ગામ વેહેલાળ નામે છે. આ વેલાળ ગામથી જોશીજીના બાપના બાપ નરભેરામ જોશી અહીં રહેવા આવ્યા હતા. ઉપર બતાવેલું મકાન ગાયકવાડ સરકારના સુબા કાકા સાહેબે જેશીજીના દાદા નરભેરામને રહેવા આપ્યું હતું. જેશી નરભેરામ કડીના ભલારાવ ગાયકવાડને ત્યાં નોકરીમાં જોશી તરીકે રહ્યા હતા. કડીવાળા મલ્હારાવે નરભેરામ જોશીને સીધાં બાંધી આપ્યાં હતાં.કડીવાળા મલ્હારાવ ગાયકવાડનું વડોદરાના ગાયકવાડ સરકારે ઈગ્રેજ સરકારની મદદથી રાજ જીતી લીધું ત્યારે નરભેરામ જોશીને કડીવાળા મલારા જે સીધાં બાંધ્યાં હતાં તે વંશપરંપરાનાં હોવાથી વડેદરા સરકારે રૂ. ૨૭૪) અંકે બસો થ્યોતેર જોશી સાંકળેશ્વરને મળતા હતા. જેથી સાંકળેશ્વરે સંસકૃતમાં કૌમદી સુધી વ્યાકરણ તથા ગણતમાં લીલાવતી સુધી અભ્યાસ કરેલો હતો. અને નવા લેકે બનાવી શકતા હતા જેશીજી ભુગોળ તથા ખગોળ શાસ્ત્ર જાણતા હતા. અને કેટલીક બાબતો રા. રા. ભેગીલાલ પ્રાણવલવદાસ જોશીજી મીત્ર હોવાથી તેમની પાસેથી શીખ્યા હતા. જોશીજી શેતરંજ રમવામાં બહુ ચતુર હતા. આ રમતમાં તે તે સામા માણસને પહેલેથી કહેતા કે આપ્યા દલથી તમને હું માહાત કરીશ. ઉસમલ્લી સુધી રમી જાણતા હતા. જોશીજી ઘડીઆળ રીપેર કરવાનું કામ નવાં ઘડીઆળ બનાવવાનું કામ જાણતા હતા. જોશીજીએ પહેલ વહેલું તીશશાસ્ત્ર જેમાં ચંદ્ર સુર્ય તથા બધા ગ્રહ ફરતા માલમ પડે તેવું ઘડીઆળ ભરૂચમાં સંગ્રહસ્થાનમાં મુક્યું હતું. તે વખતે આપણા કલેકટર સાહેબ મી. હોપ કરીને હતા. જોશીજીએ એક ઘડીઆળ ભાવનગરના રાજા સાહેબને બધા ગ્રહેવાળુ બનાવી આપ્યું હતું અને તેની કીમતના રૂા.૧૫૦૦) મળ્યા હતા. જોશીજી અમદાવાદ માં વરનાક્યુલર સોસાઇટીમાં થોડા દહાડા લેખ લખવાનું કામ કરેલું અને સેની નીબંધ તથા કીમયા કપટ નીબંધ લખેલા હતા. જેથી હાલમાં જે ભદ્રમાં ઘડીઆળ છે તે ઘડીઆળને ચાલુ રાખવાનું ઘણું વરશો સુધી કામ કરેલું છે. જેશીજીને કોટાના રાજાસાહેબે કોટામાં પ્રહ વેધશાળા હતી કરે
SR No.032063
Book TitleGranth Ane Granthkar Pustak 04
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1933
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy