SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ રા. બા. મેહનલાલભાઈ રણછોડદાસ ઝવેરીનું આત્મકથન હતું પણ જાતે મહેનતુ અને તીક્ષ્ણ બુદ્ધિના હતા તેથી એટલે હાથ તળેનાં માણસો પાસે સખત કામ લેનારા હતા. સન ૧૮૬૯ના વરસમાં પણ શુકલતીર્થની જાત્રા કરી હતી. ડાકટર મ્યુલર આકટીંગ હતા એટલે તેમની બદલી થવાથી તે જગા પર મી. કરટીસ બહાલ થયા. તેમની પ્રકૃતિ ચેમાસા (સન ૧૮૭૦) માં બગડવાથી મી. જે. બી. પીલ ડાયરેકટર થવાથી, તેમનું ચિત્ત વ્યગ્ર થયું. લોકલકુંડના મકાને બાંધવાનું કામ તેમની પાસે રહેવાથી નાણું રહેવા લાગ્યું તેમાંથી કેટલોક ભાગ ખાનગી વપરાયાથી ઘણીજ ઘેલછા આવી ગઈ. પિતાની જાતને ઈજા કરવા લાગ્યા, માથું ફેડયું, ને ગમે તેમ લાવવા માંડયું. મી. પીલ મારા હસ્તકનાં નાણાંને હીસાબ માંગશે તો તે કેમ અપાશે? સરકારી નાણું ક્યાં ગયું એવાં એવાં વા ઉચ. એ વેળા એ સાહેબને મુકામ સુરતમાં હતો. મારે જઈ કેટલોક દીલાસે આપ પડતું, પણ તે સઘળું પાણીમાં જતું. આખરે ઓફીસનો ચાર્જ મારે લેવો પડે ને સાહેબને એમના મડમ વિલાયત લઈ ગયાં. ઓફીસનો ચાર્જ ૧૩ સપટેમ્બર સને ૧૮૭૦ થી તા. ૫ નવેમ્બર સને ૧૮૭૦ લગી રહ્યો ને પછી ડાકટર મ્યુલર પછી પાછા કાયમ નીમાઈને આવ્યા. સન ૧૮૭૦ની સાલમાં બે વાર અમદાવાદ જવું પડેલું. જુલાઈમાં બજેટ સારૂ તથા અકબરમાં ટ્રેનીંગ કોલેજની પરીક્ષા સારૂ. કરટીસ ટેસ્ટીમેનીઅલ ફંડ ઉભું કર્યું, એજ વરસમાં, તેમાં રૂ. ૨૫) આપવા પડયા હતા ને તે સઘળે અવેજ એમની માડમને મોકલવામાં આવ્યો હતો. સન ૧૮૬૯ના નવેમ્બરમાં ડીરેકટર મી. પીલ સાહેબે મને ગુજરાતી બુક કમીટીને એક મેંબર ની, તે ઓદ્ધો સરકારી નોકરી છોડ્યા પછી પણ મી. ચાઈલ્સની ભલામણથી જારી રાખ્યો છે. સન ૧૮૬૮ના વરસમાં મી. કરટીસે મને સૂચના કરી કે ઇંગ્લંડને ઈતિહાસ ગુજરાતી ભાષામાં નથી તે પુસ્તક તારે તૈયાર કરવું. તે પરથી એમની ભલામણ મુજબ ડેવીસ કૃત ઈગ્લેંડને ઈતિહાસ બાપે દીકરા પર લખેલા પત્રના રૂપમાં છે, તેનું ધોરણ પકડી તથા કેટલાક વધારે ઘટાડો કરી પુસ્તક કર્યું. અને જ્યારે મી. કરટીસ ઈગ્લેંડ સન ૧૮૬૮-૬ધ્યાં ગયા ત્યારે તેમને તપાસવા આપ્યું હતું. તેમણે તપાસીને પોતાના સારા અભિપ્રાય સાથે તથા કેટલોક સુધારે કરવાની સૂચના સાથે એડનથી મારા ઉપર તે પાછું મે કહ્યું. પીલ સાહેબ ડિરેકટર થયા ત્યારે તે છપાવાને અરજ કરેલી. તે ૫૭
SR No.032063
Book TitleGranth Ane Granthkar Pustak 04
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1933
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy