SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ રા. બા. મેહનલાલભાઈ રણછોડદાસ ઝવેરીનું આત્મકથન બળે. તે વરસમાં હું સુરત મારા પિતાજી સાથે ગયો હતો. સુરતના જેટલા ભાગમાં હું ફર્યો તેના રસ્તા ઘણા સાંકડા ને હવેલીઓ રસ્તાની બાજુ ઉપર ઘણું ઊંચી આવી રહેલી તેથી ખરે બપોરે પણ રાહદારીને છત્રીની જરૂર પડતી નહીં. મારા પિતાજી સાથે બરાનપરી ભાગલે ફરતાં એ કંસારાની દુકાન પર પીતળની નાની મોટી મૂર્તિઓ વેચાતી હતી તેમાંથી એક મેં મારા પિતાને લેવાને કહ્યું–બશેર ઘી આપી તે લીધી. લાલજીની મૂર્તિ હાથમાં માખણને પડિ ને નાહાની બચ્ચાંની પેઠે એક તંગડી નીચી ને એક તંગડી ઉંચી રાખી ચાલતા હોય, માથે કેશવાળ ગુંથીને તેને ઉભે બોલે મુકેલ. એ મૂત્તિને નાનપણથી પણ મેં સેવા પૂજા કરવા માંડી. ભરૂચ આવ્યા પછી હુંને મારા ભાઈ એ તેના હડાળા પારણા કરી ઝુલાવતા ને સારા વસ્ત્ર પહેરાવી અલંકૃત કરતા, મારી ઉમ્મરમાં ભરૂચની બહારની પહેલી મુસાફરી સુરતની જ હતી. મારા મહેતાજી મુકુંદરામે પૃથ્વીને ગાળે તથા સૂર્યમાળા બનાવ્યાં હતાં. એ ગળા ઉપર જમીનને પાણીના તમામ ભાગો ચીલા હતા. તથા ખંડે, પર્વત, નદીઓ, અખાત ભૂશિર વગેરે નકશા પ્રમાણે ચીતરી તે પર નામ લખ્યાં હતાં. વિલાયતી ભૂગોળને ગોળે આવે છે તેજ નમુના પ્રમાણે કર્યો હતો. એક આંબાના લાકડાના કકડામાંથી મેટે ગોળ દડે ખરાદી પાસે ઉતરાવ્યો. તેને વ્યાસ આશરે એક ફૂટને હતો, તે ઉપર કાગળચડીને જાડા પુઠા જેવું કરી તેને વચમાંથી કાપી કહાડી બે અર્ધ ગોળ થયા. તેમાંથી લાકડાનું ખોખું કહાડી લઈ તેને સાંધી દીધાં. તે ઉપર સારા ઝીણું કાગળ ચેહડી રંગે ને પછી ખંડ સાગર વગેરેના આકાર પાડી નામ લખ્યાં ને જુદા જુદા રંગ પૂર્યા. એ કારીગીરી જોઈ પ્રોફેસર ડાકટર હાર્કનસ સાહેબ જે ગુજરાતની નિશાળોના સુપ્રીટેન્ડન્ટ હતા તેમણે સરકારમાંથી મુકુંદરામ મહેતાજીને રૂ. ૨૫)નું ઈનામ અપાવ્યું હતું. સૂર્યમાળા પણ લોઢાના ભર ને લાકડાના ગેળાથી બનાવી હતી તે વિલાયતી નમુના મુજબનીજ હતી. આવી રીતે અભ્યાસમાં વધારો કરવાને મારા પિતાની સહાયતાની જરૂર હતી માટે મારું રહેઠાણ મશાળ તથા બાપને ઘેર બે ઠેકાણે વેંચાઈ ગયું. જે કાળે નિશાળમાં આ અભ્યાસ તડામાર ચાલતે તે વેળા મારા દાદા તથા પિતાની આજ્ઞાથી સોમનાથ પાસ કામનાથના દેહેરાની ધર્મ
SR No.032063
Book TitleGranth Ane Granthkar Pustak 04
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1933
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy