SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ રા. બા. મોહનલાલભાઈ રણછોડદાસ ઝવેરીનું આત્મકથને અભ્યાસના ક્રમમાં આંક તથા ગણિત ચાલતું. આંક વધારે ચાલતા નહીં, કારણ તે વખતે એ રીવાજ ચાલુ હતો કે આંક ધાતો ગુજરાતી ગામઠી નિશાળે ભણીને વિદ્યાર્થીઓ આવતા. માટે મહેતાજી આંકપર ઘણુંજ થોડું લક્ષ આપી, સંખ્યા પરિમાણ ચલાવતા–આંકને વાસ્તે ઘેરથી ભણી ગયાની ચીઠી લાવે એટલે મહેતાજી સંતોષ પામે. એ કામ મને ઘણું જ અઘરું પડયું; કેમકે મેં આરંભે ગામઠી નિશાળે ન ભણતાં મારી કેળવણીની શરૂઆત સરકારી નિશાળે કરી હતી. સંખ્યા પરિમાણ શીખે. સરવાળા-બાદબાકી તે સહેલાં પડ્યાં પણ ગુણાકાર ભાગાકારમાં વધારે મુશ્કેલ લાગ્યું. આઠ વરસની ઉમ્મર થતા લગીમાં હું વર્ણમાળા–લીધીધારા અને બોધવચન તથા ગણીતમાં ભાજણ લગી ભણ્યો. એટલે સારી રીતે વાંચતાંલખતાં-વેરાશી લગી ગણીત શીખ્યો. સાત વરસની ઉંમરે મારો વિવાહ (વેશવાળ) વનમાળીદાસ કલ્યાણદાસની ત્રીજી દીકરી રૂક્ષ્મણી સાથે મારા દાદાએ કર્યો. મારા દાદા એવા કામમાં ઘણા ઉત્સુક નહોતા, પણ તેમના પતીયાલા શેઠ પ્રાણનાથ બીજાભાઈ ભજમુદાર, જે અમારા ઉપર ઘણો પ્રેમ રાખતા હતા તેમણે આગેવાન થઈને કર્યો. સન ૧૮૩૫ ના શીયાળાની મોસમમાં સદર અદાલતના સરકારી જડજ એટલે જુડીશીઅલ કમીશનર છબરીન સાહેબ ભરૂચમાં આવ્યા. તે વખતે સરકારી નિશાળની પરીક્ષા લેવાનો અધિકાર સરકારે એમને પેલો હતો. એ સાહેબે અમારી નિશાળની પરીક્ષા લીધી તે વખતે છોકરાનું વાંચન–સમજુતી–ગણતકામ વગેરેથી તે રાજી થયો પણ ભરૂચમાં બીજી નિશાળ વડાપાડામાં હતી તે જોવા ગયો, ને ત્યાંના નિશાળીઆઓને ભૂગળના સવાલ પુછ્યા કે, પૃથ્વીના કેટલા ખંડ છે. છોકરાથી જવાબ ન દેવા એટલે મહેતાજીને પુછયું કે તમે જવાબ દ્યો. તે બિચારાથી નવ ખંડ બેલાઈ ગયા. એટલે સાહેબ ઘણા નારાજ થયા. સરકીટ ફરી આવ્યા પછી સરકારમાં રીપોર્ટ કર્યો કે ગુજરાતના મહેતાજીઓને ભૂગોળ આવડતી નથી, માટે તેને અભ્યાસ થવા ગોઠવણ થવી જોઈએ. તે પરથી સરકારે હુકમ લખી બધા મહેતાજીઓને મુંબઇ તેડી ત્યાં વ્યાકરણ, ભૂગોળ, બીજ ગણિત, ભૂમિતિ, ત્રિકોણમીતિ, ક્ષેત્રફળ, ઘનફળ વગેરે વિષયો શીખવવાની ૨૯
SR No.032063
Book TitleGranth Ane Granthkar Pustak 04
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1933
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy