SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ રણછોડદાસ ગીરધરભાઈનું જન્મચરિત્ર તીર્થરૂપને પુછી તેમની આજ્ઞા મેળવી સાહેબને હા કહી. બીજપ સાહેબ ગુજરાતની સરકીટ પુરી કરી પાછી મુંબઈ ગયા ત્યારે એ વાત કરનલ જરવીસને કહી કે ગુજરાતમાં ભરૂચ શહેરમાં એક અંગરેજી ભણેલો તરૂણું પુરુષ ઘણે હશિઆર મારા જોવામાં આવ્યો છે. તેને જે તમારા હાથ તળે કેળવણીખાતું છે તેમાં રાખશે તે તે ઘણો ઉપયોગી પડશે. ખીડકીની લડાઈ થયા પછી એકલા પેશવાનું રાજ અંગરેજ સરકારને સ્વાધીન થયું તે અવસરે મુંબાઇ મધ્યે એક મંડળી સ્થાપના થઈ. તેને ઉદ્દેશ કેળવણી આપવાનો તથા તેને સારૂ સારાં લાયક પુસ્તક તૈયાર કરવાને હતો. તે પરથી તેનું નામ Bombay Native Education and School Book Society-મુંબઈ હિંદ નિશાળ તથા પુસ્તકમંડળી એવું પાડયું હતું. તેનો વહીવટ એક સરકારી લશ્કરી અમલદાર જેનું નામ કયા પટન જરવીસ હતું તેને સોંપવામાં આવ્યો હતો. સરકાર તરફથી પણ તેને સારો આશ્રય મળતો. એવા કારખાનામાં આરંભે લાયક માણસોની જરૂર હતી. મુંબઈમાં દક્ષિણ મંડળમાંથી તે યોગ્ય પુરૂષો જડી આવતા પણ ગુજરાતી માણસે મળવા મુશ્કેલ હતા. તે વખતે લાર્ડ બીષપ કાર સાહેબની ભલામણ મંજુર થઇ ને રણછોડદાસને ભરૂચથી બોલાવવાનો ઠરાવ થયો. ઇસવી સન ૧૮૨૫ માં એ ખાતામાં રણછોડદાસ જોડાયા. તે વખત રૂ. ૪૦) ને દરમાય કર્યો હતો. ને વાટખરચી એટલે ભરૂચથી મુંબાઈ જતાં સુધીને ખરચ તથા ભરૂચથી નીકળ્યાને દીવસથી પગાર ચડતો. એ વખતે દેશી નિશાળને સારૂ પુસ્તકે રચવાનું કામ ચાલતું હતું તે એમને સેપવામાં આવ્યું. મરાઠી તથા ગુજરાતી બેઉ કામ સાથે ચાલતાં હતાં. પ્રથમ વર્ણ માળા તૈયાર કરવામાં આવી. વર્ણમાળા એટલે મોટે અક્ષરે ગુજરાતી તથા બાળબોધ મૂળાક્ષરો કાગળો પર છાપેલા. અ. આ. કે. કાના અક્ષરો પછી બારાખડી પછી જોડાક્ષર–પછી એકાક્ષરી શબ૬, દ્વિઅક્ષરી શબ્દ વગેરે પાંચ. છે. સાત અક્ષરના શબ્દો, શબ્દના અર્થો, તેમજ ગણિતકામ સારૂ અંક તથા રકમ તથા સાદા સરવાળા બાદબાકી–ગુણાકાર –ભાગાકારભાંજણીને વિવિધ સરવાળા બાદબાકી ગુણાકાર વગેરેના કાગળો તૈયાર કરી પાટીઓ પર કે લુગડાના લાંબા પંખા પર ચડી છોકરાની વગ આગળ ૧૫
SR No.032063
Book TitleGranth Ane Granthkar Pustak 04
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1933
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy