SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ રણછોડદાસ ગીરધરભાઈનું જન્મચરિત્ર એમની ઉપર એકવાર ફરજદારીને ચાર જ આવેલો. એક ઘાંચીના ખત પાછળ વસુલ ભરવામાં ચેરમચંદ થએલું તે પરથી કામ સેશન કોરટમાં રજુ થએલું. તે દસ્તાવેજ તથા ચેરાએલું જોઈ તપાસ કરી જડજે એવો હુકમ આપેલ કે આવા વૃદ્ધ માણસથી એ કામ થાય નહિ. સબબ આરોપી બીન તકસીરવાર છે એમ કહી રજા આપી. એ પુરૂષની મુખચર્યા ઘણી તેજસ્વી તથા ભવ્યાકૃતિની હતી. કઈ ઠીંગણ, ગૌરવર્ણ, ચપળ નેત્ર, શરીર આરોગ્ય ને કસાએલું હતું. છેક હેસી બાસી વરસની ઉમ્મર લગી ઘરસંસાર ચલાવવામાં મચેલા રહેતા. પિતાની સ્ત્રી યુવાવસ્થામાં જ મરણ પામતાં બીજીવાર લગ્ન ન કર્યો ને બ્રહ્મચર્યવ્રત પાળ્યું. પિતાના પુત્રોની વહુઓ નાહાની વયની હતી તેમને ઘરધંધે, સ્વયંપાક સ્વાદિષ્ટ બનાવો, સ્વચ્છતા રાખવી ને પિતાની પ્રજાનું સારી રીતે રક્ષણ કરવું વગેરે વગેરે બાબતોમાં સારી શીખામણ આપી તેમને સુધાર્યો તે પછવાડેથી તેમને ઘણું યાદ કરતાં હતાં. સ્વભાવે ઉગ્ર હતા પણ ઉગ્રપણે વિવેકબહાર નહતું. કેટલાક તમેગુણી માણસે જેમ હદબહાર જતા રહી પોતાનાં કાર્યમાં વિધ્ર આણે એ તમોગુણ એમનામાં નહતે. પરોપકારી હતા. ઘણું યોગ્ય સંત, સાધુ, બ્રાહ્મણ વગેરેને યથાયોગ્ય સહાય કરતા. એ ગુણને લીધે પિતાની જ્ઞાતિમાં સારી પદવી ધરાવતા હતા. દયાનો ગુણ પણ એમનામાં સારો હતે. ઘણી વખત હાથ તળેના માણસો કે પરગણાની આસામીઓ પર વાંકને લીધે ક્રોધે ભરાતા ખરા, પરંતુ થોડીવાર પછી કેધ સમાવી તેમને સારી શીખામણ દઈ તેમને ક્ષમા કરી તેમના મનનું સાંત્વન કરતા. સાહસિકપણને ગુણ એમનામાં જન્મથીજ હતો; જે તેમ ન હેત તે કંગાલ સ્થિતિમાંથી ઉદ્યોગ ને આગ્રહ કરીને સારી હાલતમાં જઈ શકાય નહિ. એમના પુત્ર રણછોડદાસને મુંબઈ મેકલ્યા તે એમના કાળમાં એક પ્રકારનું સાહસ ગણાય. મુંબઈનું સ્થળ એટલે કાળું પાણી ને મૃત્યુસ્થાનની જગા એ સમયમાં ગણાતી હતી. ને પિતાના જુવાન ગબરૂ જેવા છોકરાને પોતાની સારી હાલત છતાં મેકલવા એ થોડું ધૈર્ય ને હીમત ન કહેવાય. એ પુરૂષમાં એક ગુણ એ સારો હતો કે એમના વખાણ કોઈ એમને મોઢે કરે છે તે પિતાને બીલકુલ ગમતું નહીં. ઘણી વેળા એવું બનેલું કે કેઈ અજાણ માણસ આવી એમના સગુણનાં કે સત્કર્મનાં ૧૧
SR No.032063
Book TitleGranth Ane Granthkar Pustak 04
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1933
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy