SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તકનું રૂપવિધાન સમજણુ પૂરતાં છે. તેના આધાર લઇ સારી રૂપષ્ટિ ધરાવનાર કાઈ પણ માણસ અવનવી યેાજનાએ ઉઠાવી શકે. ગ્રંથદેહની રૂપાકૃતિ સરજવામાં બીજી એક અગત્યની વસ્તુ તે art of spacing. ખીમાંવાળી અને કેરી, એ બે પ્રકારની જગ્યાએનાં મૂલ્ય સમજી તુલનાપૂર્વક તથા વિવેકદાષ્ટથી તેની રચના કરવી અને પૃષ્ઠભાગ પરના એ કાળા અને ધેાળા એ સમૂહ એકબીજાને પડછે પરસ્પરને અનુષંગી સાહી રહે એમ વહેંચવા એ રેલી કલાષ્ટિ માગી લે છે. પૃષ્ઠના કદના પ્રમાણમાં તેની ચારે તરફના માર્જિન કેટલા કારા મૂકવા, પ્રકરણને મથાળે કેટલી કોરી જગ્યા રાખવી, પ્રકરણનાં નામ અને લખાણની શરૂઆત વચ્ચે કેટલી જગ્યા છેાડવી, પરેાક કેટલે અધૂરેથી શરૂ કરવા, મુખ્ય લખાણ અને ફ્રુટનેાટા વચ્ચે કેટલી જગ્યા કારી મૂકવી, આ બધી બાબતો ગ્રંથદેહની રૂપાકૃતિ સરજતી વેળા ખ્યાલમાં રાખવી જોઇએ. એમાં સૌથી વધારે અગત્યની અને હમેશ ધ્યાનમાં રાખવાની મુખ્ય બાબત એ કે ખીબાંવાળા ભાગની આકૃતિ—એ સમૂહ, એટલેા ભાભ અને ખીમાંથી સુખચિત-પ્રમાણસર હાંસેલા-હાવા જોઇએ કે સહેજ દૂરથી શ્વેતાં પૃષ્ઠ એક સળંગ કાળા સમૂહ જેવું જ લાગે. પશ્ચિમના ગ્રંથવિધાનના માન્ય કલાકારોના એ મત છે. તેમે તેા આદર્શ તરીકે જૂનાં પુસ્તકા નિરખવાનું કહે છે. આપણા પૂર્વના દેશોની હસ્તર્લ્સિખત પોથીએ જુએ કે પશ્ચિમના પુરાણા ગ્રંથા જીએ; પ્રાચીન શિલાલેખા કે તામ્રપત્રા જુએ,— બધે જ આ પદ્ધતિ જણાશે. એકધારા સુડેાળ અક્ષરે, શબ્દો વચ્ચે તદ્દન ઓછી કારી જગ્યા મૂકીને કરેલું, પરેગ્રાફી કે કારી જગ્યાના કોઇપણું ગાળા વિનાનું સળંગ લખાણુ ધરાવતા એ ગ્રંથ કે પોથીનું કોઇપણ પૃષ્ઠ તમને એટલું સુગ્રથિત ને ભર્યુંભર્યું લાગશે કે જરા દૂર મૂકીને જોતાં સમગ્ર પૃષ્ટાકૃતિ, ચેમેર સપ્રમાણ વહેંચાએલી કારી જગ્યા વચ્ચે કોઇ ચિત્ર આવી રહ્યું હોય તેવી સાહામણી જણાશે. આ જ ધેારણુ નજર આગળ રાખીને આપણા ગ્રંથાની પૃષ્ટરચના થવી જોઈ એ. આમ હોવાથી, શબ્દો અને લીટી વચ્ચે કારી મૂકવાની જગ્યા એ ગ્રંથના રૂપવિધાનમાં ઘણી અગત્યની વસ્તુ છે. તેનું મહત્ત્વ જો ખરાખર સમજાઈ જાય તે પૃષ્ટદેહનું રૂપ અને પ્રમાણ ઘડવામાં બહુ સરળતા થઈ પડે. એટલે ટાઈપની એળખની સાથેાસાથ કારી જગ્યાએ નાખવાનાં સાધનાની ઓળખ પણ જરૂરની છે, ૬૭
SR No.032063
Book TitleGranth Ane Granthkar Pustak 04
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1933
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy