SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ હવેથી સદરહુ સૂચિ તેમ વાર્ષિક પ્રકાશનની યાદી લિડનમાંથી છેલ્લાં બે વર્ષથી પ્રસિદ્ધ થતી એન્યુઅલ બિબ્લોગ્રાફી ઓફ ઇડિયન આર્કોલોજીAnnual Bibliography of Indian Archaeology-ની પેઠે, સટીક અપાય એવી ધારણા રાખી છે. ઈગ્રેજીમાં આ જાતનાં અને અનેક વિષય પરનાં સંખ્યાબંધ પુસ્તકો મળી આવશે. એવું રેફરન્સ સાહિત્ય આપણે અહિં ઉભું કરવાને આ એક શરૂઆતને પ્રયોગ છે; તેની સફળતાને આધાર આ કાર્યમાં લેખકવર્ગ જે પ્રમાણમાં સહકાર અને મદદ કરશે તે પર અવલંબી રહેશે. વસ્તુતઃ આવાં પુસ્તક એકલે હાથે સંપાદન થઈ જ શકે નહિ; સૌના સહકારની સાથે તેની ઉપયોગિતા વધારવા સારૂ મદદરૂપે નવાં નવાં દૃષ્ટિબિન્દુઓ, સૂચનો મળતાં રહે, એ પણ એટલું જ જરૂરનું છે; તો જ તે વિકાસ પામે અને ખીલે અને એક સ્થાયી રેફરન્સનું પુસ્તક થઈ પડે. અંતમાં “કુમાર કાર્યાલય'ના પ્રાણસંચારક અને કળામર્મજ્ઞ શ્રીયુત બચુભાઈ રાવતને મારે ઉપકાર માનવો જોઈએ; જેમણે આ કાર્યમાં શરૂઆતથી કેટલીક વ્યવહારુ સૂચનાઓ કરવાની સાથે, નવા લેખકબંધુઓને માર્ગદર્શક અને મદદગાર થઈ પડે, એ દષ્ટિએ, પ્રેસકોપી અને પ્રફરીડિગ” વિષે એક મનનીય લેખ, મારી માગણીથી ખાસ લખી આપ્યો છે.' અને શ્રીમતી લેડી વિદ્યાબહેને, પ્રસ્તુત પુસ્તકનો પરિચય લખી આપીને, મને વિશેષ આભારી કર્યો છે, એમ કહું તો તે અતિશયોક્તિભર્યું નથી જ. અમદાવાદ તા. ૨૦-૮-૧૯૩૦ હીરાલાલ ત્રી, પારેખ,
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy