SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર ચરિત્રાવળી અબાલાલ બાલકૃષ્ણુ પુરાણી [ બી. એ., ] એએ જ્ઞાતિએ ભટ્ટમેવાડા બ્રાહ્મણ છે. એમનું મૂળ વતન ભરૂચ; પણ જન્મ સુરતમાં સં. ૧૯૫૦ માં થયેા હતા. એમના પિતાનું નામ ખાલકૃષ્ણ નરભેરામ પુરાણી અને માતાનું નામ જડાવ મ્હેન નૌતમરામ જોશી, જેમનું પિયર સુરતમાં હતું. એટલે સુરતમાંથી શિક્ષણની શરૂઆત કરેલી, પણ પ્રાથમિક કેળવણી ભરૂચમાં લીધેલી. પાંચ ઈંગ્રેજીના ધેારણ વડાદરામાં ખાનગી ઘેર શિખેલા, પછી વડેાદરા શયાજી હાઈસ્કુલમાં દાખલ થયલા અને સન ૧૯૦૯ માં મેટ્રિકયુલેશનની પરીક્ષા પાસ કરી હતી. પ્રિવિયસ અને ઇન્ટરનેા અભ્યાસ વડાદરા કાલેજમાં કર્યાં હતા; ખી. એ., માટે તેએ મુંબાઇ સેન્ટ ઝેવીઅસ કાલેજમાં ગયા હતા. સન ૧૯૧૩ માં તેમણે ખી. એ. (આનસ) ની પરીક્ષા પ્રીઝીકસ અને કેમીસ્ટ્રી ( પદા વિજ્ઞાન અને ૨ સાયનશાસ્ત્ર ) ઐચ્છિક વિષષ લઇને પાસ કરી હતી. કલા, સાહિત્ય અને તત્ત્વજ્ઞાન, એ એમના પ્રિય વિષયેા છે. અભ્યાસ પૂરા થયા પછી તેએ લેખન વાચન અને જનસેવાના કાય માં ગુંથાયલા રહ્યા છે. સન ૧૯૨૩ થી તે તેઓ બીજી બહેર પ્રવૃત્તિઓ છેડી દઈ પાંડીચેરીમાં શ્રીયુત અરવિંદ ઘેષના આશ્રમમાં યોગસાધના માટે જોડાયા છે. એમનું પ્રથમ પુસ્તક સન ૧૯૧૭ માં પ્રકટ થયું હતું; અને તે ખારોસલના જાણીતા દેશભક્ત અશ્વિનીકુમાર દત્તના ‘ભક્તિયેાગ” નામક બંગાળી પુસ્તકને અનુવાદ છે. તે પછી સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય માટે તેમણે ટાગેારના સંસ્મરણાનું પુસ્તક લખી આપ્યું હતું. શ્રીયુત અરવિંદ ઘેષે પાંડીચેરીમાં જઇ વસ્યા પછી આય” માસિક કાઢેલું, તેના પદ્ધતિસર અને નિયમિત રીતે અભ્યાસ કરીને, એમાં પ્રસિદ્ધ થયેલા લેખા અને ગ્રંથાને લાભ એએ ગુજરાતી જનતાને આપતા રહ્યા છે, એ એમની મેટામાં માટી અને ઉત્કૃષ્ટ સેવા છે. તે સિવાય મા. પેાલ રીશારના To the Nations-જગતની પ્રજાઓને લગતા પ્રાત્સાહક નિબંધ ગુજરાતીમાં ઉતાર્યાં છે; અને ટાગારનું ‘સાવના’તું પુસ્તક, જેને અનુવાદ એમણે કરેલેા છે તે હાલમાં મુકસેલર સાકરલાલ બુલાખીદાસ તરફથી છપાય છે. એમનાં લેખા, અવારનવાર જૂદા જૂદા માસિકામાં પ્રસિદ્ધ થાય છે, તે જો એકત્રિત કરી, સંગ્રહ રૂપે બહાર પડે તે તે એક માટું દળદાર પુસ્તક થઈ પડે. પણ એ બધામાં ગુજરાતમાં અખાડા પ્રવૃત્તિનું મંડાણ એમના મેટા ૧૨
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy