SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર ચરિત્રાવળી આવે છે ત્યારે એમના વ્યાખ્યાને ઉત્કટ લાગણી, સાચી દાઝ, તટસ્થ વિચાર અને વિવેચનથી ખૂબ અસર ઉપજાવે છે. ભાવનગર સાહિત્ય પરિષદમાં સાહિત્ય વિભાગના અધ્યક્ષ-પદેથી આપેલું વ્યાખ્યાન, અથવા મુંબમાં ઉજવાયલા વસન્તાત્સવ પ્રસંગે આપેલું વ્યાખ્યાન, તેના દ્રષ્ટાંતરૂપ રજી કરી શકાય. કવિશ્રી ન્હાનાલાલની ડૅાલનશૈલી વિરુદ્ધ એમણે દર્શાવેલા વિચારે એ એક વખત સાહિત્યસૃષ્ટિમાં ખળભળાટ (Sensation) કરેલા; અને એમની દલીલેામાં કંઇક તથ્ય છે, એમ ઘણાંને લાગેલું, સ્વ. મલબારીના સઘળાં કાવ્યત્ર થામાંથી તેમની સારી કવિતાઓની ચૂંટણી કરી એક ગ્રંથમાં સંગ્રહીને તેમજ તેમાં એમના જીવન તેમજ એમની કવિતા વિષે એક સારા, વિસ્તૃત અને વિદ્વત્તાભર્યાં ઊપાદ્ઘાત લખીને એમણે એકપક્ષે મરનારની તેમજ ખીજે પક્ષે ગુજરાતી વાંચનાર આલમની પ્રશસ્ય સેવા કરી છે, એમ ઉપકારસહ નોંધાવું જોઇએ. વળી એએએ ઇંગ્રેજીમાં પણ ઘણાં કાવ્યેા રચેલાં છે, જેમાંના એક સંગ્રહ Silken Tassel–નામથી પ્રસિદ્ધ થયàા છે. એમના ધણા ગુજરાતી તથા અંગ્રેજી ગ્રંથા હજી અપ્રસિદ્ધ છે, જે હવે પછી પ્રગટ થશે. એમના ગ્રંથાની યાદી: કાવ્યરસિકા વિલાસિકા પ્રકાશિકા મલબારીનાં કાવ્યરત્ના ( સંપાદક ) ભારતના ટંકાર પ્રભાતને તપસ્વી કુકકુટ દીક્ષા સંદેશિકા કલિકા ભજનિકા રાસન્દ્રિકા ભા. ૧ લે. પ્રકાશન વ. ( ઇ. સ. ૧૯૦૧ ) ( ૧૯૦૫ ) ( ૧૯૦૮ ) ( ૧૯૧૭ ) ( ૧૯૧૯ ) ( ૧૯૨૦ ) ( ૧૯૨૦ ) ( ૧૯૨૫ ) ( ૧૯૨૬ ) ( ૧૯૨૮ ) ( ૧૯૨૯ ) ( ૧૯૨૮ ) The Silken Tassel —અંગ્રેજી ઊર્મિ કાવ્યેા. ( Published by IFowler Wright Ltd., London. )
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy