SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ રામમોહનરાવ ઉર્ફે બિન્દુભાઈ જસવંતરાય દેસાઈ રામમેહનરાવ (ઉર્ફ બિન્દુભાઈ) જસવંતરાય દેસાઈ એઓ વડનગરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિના (ગૃહસ્થ વિભાગના) છે; અને એમને જન્મ તા. ૨૫ મી સપ્ટેમ્બર ૧૮૭૩માં અમદાવાદમાં થયો હતું. તેઓ પંચમહાલમાં હાલોલના જમીનદાર છે પણ સામાન્ય રીતે અમદાવાદમાં વસે છે. એમનાં માતુશ્રીનું નામ જામબા બહેન છે. એમણે કોલેજની ઉંચી કેળવણી લીધેલી નથી પણ ખાનગી અભ્યાસથી પિતાનું વાચન ખૂબ વધારેલું છે; અને કેટલોક સમય હાઈકોર્ટ લીડરની પરીક્ષા માટે કાયદાનો અભ્યાસ પણ કર્યો હતો. સન ૧૯૦૪માં તેઓ ન્યાય-જ્યુડિશિયલ ખાતામાં જોડાયેલા પણ ત્યાં ઝાઝો વખત રહેલા નહિ. પરંતુ ઘરના સુખી હોઈ એમનું ઘણું ખરું જીવન સાહિત્યના અભ્યાસ અને લેખનકાર્યમાં પસાર થયેલું છે. સન ૧૯૦૯ થી ૧૯૧૧ સુધી ગુજરાતી પંચ'ના સહતંત્રી તરીકે જવાબદારી સ્વીકારેલી પણ એ પત્ર સાથે તેમને સમ્બન્ધ તે શરૂઆત થી લગભગ છે. લેખ, કાવ્યો વગેરે લખવાનું સન ૧૮૯૧ થી આરંભેલું. એમનું પ્રથમ કાવ્ય “બુદ્ધિપ્રકાશ'માં છપાયું હતું. તે કાળનાં અમદાવાદનાં ઘણાં ખરાં માસિકો તથા પત્રો જેમકે, આર્યાવત્સલ (૧૮૯૪–૯૫)-(માસિક, પાછળથી પાક્ષિક) વિદ્યુત નાગર ઉદય (૧૮૯૫–૯૭, વ્યાપાર અને ઉદ્યોગ (પાક્ષિક), વાર્તા વારિધિ (માસિક) (૧૮૯૭–૧૯૦૦), રાજપત્રિકા (સાપ્તાહિક) (૧૯૦૧–૦૨), વિનોદિની (માસિક) (૧૯૦૩), વગેરે સાથે એમને તત્રી સંબંધ હતો અને તેમાં ઘણીવાર લેખે, કાવ્ય, નવલકથાઓ, વાર્તા, વગેરે લખી મોકલતા; પણ “સુંદરી સુબોધ'ના તંત્રી તરીકે તેઓ વધુ જાણીતા થયેલા છે. આ પ્રમાણે પત્રકારિત્વ સાથે એમને સંબંધ બહુ ગાઢ અને જાને છે; અને ઉપર જણાવેલાંમાંથી કેટલાંક પત્ર એવાં માલુમ પડી આવશે કે જેનાં નામ સુદ્ધાંત (જે તેમના પ્રકાશન સમયમાં પ્રસિદ્ધ હતાં તે આજ ) ઘણાંની જાણમાંયે નહિ હોય સન ૧૮૯૨માં એમણે બીજા મિત્રો સાથે અમદાવાદમાં બંધુસમાજ નામનું મંડળ કાઢેલું (જે હાલની અનેક બધુ સમાજમાં આદિ સંસ્થા છે અને ) જે ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં કાયમ યાદગાર રહેશે; કેમકે તેમાંના સભ્યો જેવા કે, ભેગીન્દ્રરાવ દિવેટિયા, શિવુભાઈ દુકળ, ડાહ્યાભાઈ લક્ષ્મણભાઈ, તથા રામમોહનરાય વગેરેએ ગુજરાતી સાહિત્યમાં રસ લઈ તેમજ તેને અભ્યાસ કરી, અને લેખો, નવલકથાઓ, વાર્તા, કાવ્યો ૧૭૩
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy