SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ રવિશંકર ગણેશજી અંજારીઆ રવિશંકર ગણેશજી અંજારીઆ એ જ્ઞાતિએ વડનગરા ગૃહસ્થ છે. મૂળ વતની રાજકોટના અને જન્મ પણ ત્યાં જ સંવત ૧૯૧૯ના વૈશાખ સુદ ૧૪ના રોજ થયો હતો. એમના પિતાનું પૂરું નામ ગણેશજી માંડણજી અંજારીઆ અને માતુશ્રીનું નામ નિર્ભયકુંવર, તે ધ્રોળના કુંવરજી અંદરજી ધોળકીઆની પુત્રી હતાં. પિતાજી સને ૧૮૮૮ના અકબર માસમાં રાજકોટમાં ગુજરી ગયા તે વખતે તેમની સારવાર માટે રવિશંકર રાજકોટ આવ્યા અને જેકે છેવટની એલ. એમ. એન્ડ એસની પરીક્ષામાં બેઠા પણ એક મીડવીફરીના વિષયમાં ઘેડા માર્ક માટે નાપાસ થયા. બીજા બધા વિષયોમાં તે પહેલા કલાસ જેટલા માર્ક હતા એટલું જ નહિ પણ જે પરીક્ષા પસાર કરી હોત તો જ્યુરીસ્યુડન્સને ગોલ્ડ મેડલ મેળવવા માત્ર એક માર્કની ત્રુટી હતી. ગુજરાતી સાત ધોરણ પુરાં કર્યા બાદ અંગ્રેજીમાં મેટ્રીકની પરીક્ષા સન ૧૮ ૮૧માં ઊંચે નંબરે પસાર કરી. મેડીકલ કોલેજમાં જવા જ સંકલ્પ હતો. પણ પૈસાની તંગ સ્થિતિને લીધે કોલેજનું ખરચ ઉપડે તેવું ન હોવાથી બે વર્ષ નોકરી કરવી પડી. પ્રથમ રાજકેટ-કાઠિયાવાડ હાઇસ્કુલમાંજ નોકરી કરી. ત્યારબાદ ત્યાંનાજ પાંચમા ધોરણના ટીચર માણેકલાલ સાકરલાલ દેસાઈ કછ–હાઈસ્કુલ-ભૂજની હેડમાસ્તર નીમાતા તેની સાથે ભૂજ હાઈસ્કુલમાં નોકર રહ્યા. ત્યાં દશ મહીના નોકરી કરી. દરમિયાન મેડીકલ કોલેજમાં અભ્યાસ કરવા પૈસાની “લોન’ની વગર વ્યાજૂ સગવડ થતાં ૧૮૮૩ના નવેંબરમાં ગ્રાન્ટ મેડીકલ કોલેજમાં મુંબઈમાં દાખલ થએલ. ઉપર નબર હોવાથી પાંચ વર્ષ માટે કોલેજમાંથી ગર્વમેન્ટ એક્ઝીબીશન માસિક રૂપીઆ દશનું મળ્યું ને છેવટની પરીક્ષા સુધીમાં ઉત્તરોત્તર બીજી પરીક્ષા પસાર કરી. છેવટની એલ. એમ. એન્ડ એસની પરીક્ષામાં ઉપર મુજબ નાપાસ થયા. કુટુમ્બનાં ગુજરાનની ફિકર, નાના ભાઈઓની કેળવણીની ફીકર અને પૈસા વગર વ્યાજુ જેના લીધે તેને પાછા આપવાની તાલાવેલીમાં રાજકોટ નોકરી લેવી પડી. ત્યાંથી બે વરસ નાંદોદ નોકરી લેવી પડી. આ બન્ને નોકરી દાક્તરી લાઇનની નહોતી તેથી વધારે પગાર મળ છતાં દાક્તરી જ્ઞાન કટાય એ બીકે કોટડા સાંગાણીમાં નાના (પાંસઠ ૬૫ રૂ.) પગારથી ત્યાંના મેડીકલ ઓફીસરની જગ્યા લીધી. ત્યાં છ વર્ષ નોકરી કરી અને કેટડાના કા. સા. તથા વડીઆ દર ૧૬૩
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy