SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ મણિલાલ છબારામ ભટ્ટ ‘સ્વદેશ વત્સલ' માસિકમાં “ઋતુ વર્ણન', “અનિલદૂત' વગેરે કાવ્યો અને ‘કિશોરસુંદરી'ની વાતો એમણે લખી તે વખતના સાહિત્ય રસિકોનું ધ્યાન ખેંચેલું. “ગુજરાત ગેઝટ' બંધ પડતાં તેમણે મુંબઈ ગુજરાતી” પત્રમાં નોકરી લીધી. સન ૧૮૯૬માં તેમણે “સમાલોચક” નામનું ત્રિમાસિક કાવ્યું અને ૧૯૦૯ સુધી ચલાવ્યું. પૂરતો પગાર નહિ મળતો હોવાથી તેમને શિષ્યવૃત્તિ (Tutions) કરવા ઉપરાંત ભાષાંતરે અને લખાણો લખવા માંડયાં. થોડા પૈસા ભેગા થતાં, “ગુજરાતની જુની વાર્તાઓ પુસ્તક રચી પ્રકટ કર્યું અને તે એટલું લોકપ્રિય નિવડયું કે સરકારે સીવીલ સર્વિસના ગુજરાતી પાઠય પુસ્તક તરીકે મંજુર કર્યું; જે હજુ ચાલુ છે. વળી તેને ઉપાડ પણ સારે થયો. તેમના મુંબઈના ૨૦ વર્ષને વસવાટ દરમિયાન તેમણે જે જે પુસ્તકે રચ્યાં તેની ટીપ નીચે આપવામાં આવેલી છે. સન ૧૯૦૯ માં “ગુજરાતી’ની નોકરી મૂકી દઈ અમદાવાદ આવ્યા અને સન ૧૯૧૦માં ગુજરાતી ભાષાનો કષ કરવાને ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીમાં જોડાયા. તેમણે સન ૧૯૨૩માં ગુ. વ. સોસાઈટીમાંથી નોકરી છોડી ને વાનપ્રસ્થાવસ્થા લીધી છે તે ચાલુ છે. હજુ ઉત્તરાવસ્થામાં સાહિત્યક્ષેત્રમાંથી નિવૃત્તિ લીધી છે તો પણ, અવાનવાર વર્તમાનપત્રો અને માસિકમાં લેખ લખી સાહિત્યને લાભ આપતા રહે છે, તે જોઈ આપણને આનંદ થાય છે; અને તે થકી તેમને સાહિત્યપ્રેમ વ્યક્ત થાય છે. અંગ્રેજી અને સંસ્કૃત સાહિત્યના તેમના વિશાળ વાચનનું જ્ઞાન લોકોને ઘણું રુચિકર થયું છે, અને તેથી તે એક લોકપ્રિય લેખક બન્યા છે. તેમની ભાષા શૈલી શુધ્ધ, સરળ છતાં પ્રૌઢ, શિષ્ટ અને સંસ્કારી છે. તેમણે સ્ત્રી ઉપયોગી પુસ્તકો “સ્ત્રીઓની રંગભૂમિ, “પતિવ્રતા સતીઓ” અને “સુંદર બહેન’ સરળ ભાષામાં રચી સ્ત્રી જગતને આપી છે; સુપથે દોર્યું છે. તેમની ઐતિહાસિક વાર્તાઓ તેમજ સામાજિક નવલકથાએથી સમાજનો સડો કંઇક અંશે દૂર થયે છે. તેમણે ઈગ્રેજી અને સંસ્કૃતનાં સુંદર ભાષાન્તરે કરેલાં છે. અને “કાવ્ય પીયૂષ” તથા “સીમંતિની આખ્યાને’નાં કાવ્ય રચ્યાં છે. આમ અનેક પુસ્તકો પ્રકટ કરી ગુજરાતી સાહિત્યમાં તેમણે સારો ફાળો આપી પ્રજાસેવા બજાવી છે. ૧૪૯
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy