SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ મટુભાઇ હરગોવિંદદાસ કાંટાવાળા મટુભાઈ હરગોવિંદદાસ કાંટાવાળા. જ્ઞાતે તેઓ વિસા ખડાયતા વણિક છે. તેમનો જન્મ સન માં માં થયો હતો. એમના પિતાશ્રી રા. બા. રાજ્યરત્ન હરગોવિંદદાસ ભાઈ, એ નવાં શિક્ષણનાં શરૂઆતના ફળ હતા અને તેમના જીવન પર કેળવણી અને સાહિત્યની ઉંડી છાપ અને સંસ્કાર પડ્યા હતા, જે સર્વ મટુભાઈમાં ઉતરી આવેલા દષ્ટિગોચર થાય છે. એમનો ઘણેખરો અભ્યાસ વડોદરામાં થયેલો. વડોદરા કોલેજમાંથી બી. એ; ની પરીક્ષા સન માં પાસ કરેલી; કેલેજની ડિબેટીંગ સોસાઈટીમાં સારો ભાગ લેતા, એટલું જ નહિ પણ કૅલેજ મેગેઝીનમાં વખતોવખત લેખ લખતા. અને તે સામાન્ય અને ચાલુ વિષયોમાં નહિ પણ તે કાળે જે પ્રતિ થેજ અથવા નહિ જેવું લક્ષ અપાતું હતું એવા ગુજરાતી સાહિત્યના વિષયો ચર્ચાતા હતા. આનંદ પામવાનું કારણ આપણને એ છે કે યુનિવર્સિટીએ એમ. એ; ની પરીક્ષામાં ગુજરાતીમાં સ્થાન અપાતાં, પ્રથમ તે પરીક્ષા પાસ કરવાનું માન એમને ઘટે છે, અને તે બદલ ગુ. વ.સોસાઈટી તરફથી એમને રૂ. ૨૦૦)નું ઈનામ મળ્યું હતું. ઉપર કહ્યું તેમ કેળવણી અને સાહિત્યના સંસ્કાર પિતા તરફથી એમને વારસામાં મળેલા છે; અને તે એમણે એટલા બધા સજીવન અને ચેતનવંતા રાખેલાં છે કે એક મિલ એજટ તરીકે વ્યવસાયી અને શ્રમભર્યું જીવન વ્યતિત કરે છે, તેમ છતાં સાહિત્ય પ્રત્યેનો એમને અનુરાગ અને વ્યાસંગ લેશ માત્ર ઓછો થયો નથી, એ તેઓ જે દક્ષતાથી અને કાળજીથી “સાહિત્ય” માસિક ચલાવે છે, તે પરથી સહજ સ્પષ્ટ થશે. નરસિંહરાવભાઈએ પ્રેમાનંદના નાટકોને પ્રશ્ન ઉથમ ઉપસ્થિત કર્યો ત્યારે પ્રતિપક્ષ તરફથી જે રદ્દી અપાયા હતા તેમાં એમના લેખો, વિશેષ ધ્યાન ખેંચતા હતા અને મૂળ કેસને પાંગળો-લુલો કરવામાં એમને હિસ્સો હાસુનો નથી. તે બતાવી આપે છે કે એમનું જુના ગુજરાતી સાહિત્યનું વાચન અને અભ્યાસ કેટલો બધો વિશાળ અને ઝીણો છે. તે સાથે એમણે ટૂંકી વાર્તાના લેખક તરીકે નામ મેળવેલું છે અને તેમાં આપણે સંસારના ચિત્રો આલેખેલાં છે તે આકર્ષક નિવડ્યાં છે, એમ એના ઘણા વાચકેએ જણાવ્યું છે. અત્યારે સાહિત્યના ક્ષેત્રમાં એક free lance પત્રકાર તરીકે તેઓ સરસ કાર્ય કરે છે. “સાહિત્ય”માંની એમની નેંધ અને ગ્રંથોના અવલોકન ૧૪૩
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy