SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ બટુભાઈ લાલભાઈ ઉમરવાડિયા બટુભાઈ લાલભાઈ ઉમરવાડિયા એઓ અનાવિલ જ્ઞાતિના છે. એમના પિતા લાલભાઈ અંબારામ સુરતના ડિસ્ટ્રીકટ ડેપ્યુટી કલેકટર હતા અને હાલમાં પેનશન ઉપર છે. -સુરત પાસેના સચીન સ્ટેટના વેડછી ગામે એમના મોસાળમાં એમનો જન્મ સન ૧૮૯૯ માં તા. ૧૩ મી જુલાઈના રોજ થયો હતો. એમનું વતન સુરત છે. એઓએ પ્રાથમિક તેમજ માધ્યમિક કેળવણી સુરત, ભરૂચ તથા અમદાવાદ જીલ્લાની તથા મુંબાઈની નિશાળોમાં લીધી હતી; અને એલ્ફીન્સ્ટન તથા વિલસન કોલેજોમાંથી સન ૧૯૧૯ માં બી. એ; ની ડીગ્રી મેળવી હતી. તેઓ એલ એલ. બી; થયા છે અને એડવોકેટ તરીકે સુરતમાં વકીલાતનો ધંધો કરે છે. તે અગાઉ કેટલાક સમય સરકારી ખાતામાં લેબર ઓફીસમાં અમદાવાદ અને મુંબઈમાં લેબર પેસ્પેકટરના હોદ્દા પર સને ૧૯૨૩ થી ૧૯૨૬ સુધી હતા પણ વધારે સારા ભવિષ્ય માટે એ નોકરી છોડી દઈ, એલ એલ. બીની પરીક્ષા આપી હતી. તે અગાઉ ખાનગી પેઢીઓમાં મેનેજર વગેરેનો હેદો તેમણે ભોગવેલો. કોલેજનો અભ્યાસક્રમ પૂરો થતાં પહેલાં તેમણે સાહિત્યક્ષેત્રમાં પ્રયાસ કરેલ; એટલો તીવ એ વિષય પ્રતિ એમનો અનુરાગ હતો. સન ૧૯૨૦ માં એમણે “ચેતન” નામનું માસિક સુરતમાંથી પ્રકટ કરવા માંડેલું; અને તેના નામ પ્રમાણે તેમાંના લેખમાંથી નવું ચેતન નિઝરતું હતું. વળી છેવટના ભાગમાં તેનું બાહ્ય અને આંતર અંગ-સ્વરૂપ સુધારવા એમણે પુષ્કળ શ્રમ અને ખર્ચ સેવ્યો હતો, પણ નવી યોજનાને એકજ અંક બહાર પડ્યો એટલામાં સરકારી નોકરી મળવાથી તે માસિક બંધ કરવું પડેલું. ચેતન” સાથે શ્રીમતી સ્ના બેન સરખા સહતંત્રી મળેલા. વિદ’ નામનું બીજું નવું માસિક કાઢેલું તે પણ “ચેતન” સાથે બંધ થયેલું. સન ૧૯૨૯માં એમને તંત્રીપદ હેઠળ “સુદર્શન” નામનું સાપ્તાહિક સુરતમાંથી પ્રકટ થવા માંડેલું અને એમના વ્યકિતત્વની છાપ એમાં નજરે પડતી પણ ડાક માસમાં તેઓ કામના દબાણના કારણે તેમાંથી છૂટા થયા હતા. આ સમય દરમિયાન એમની ટૂંકી વાર્તાઓથી અને નાટકોથી એમણે સારી કીતિ અને નામના મેળવ્યાં હતાં; અને તેની મૌલિકતાના સબબે રા. રામમેહનરાયે, એમની ટૂંકી વાર્તાઓનો સંગ્રહ, “સુંદરીસુબેધ” ના ગ્રાહકોને ભેટ આપવા સારૂ વાતનું વનએ નામથી પ્રકટ કર્યો હતે. ૧૨૯ ૧૭
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy