SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર ચરિત્રાવળી ન્હાનાલાલ દલપરામ કવિ એમ. એ., એએ અર્વાચીન ગુજરાતના એક મુખ્ય વિધાયક અને નામાંકિત કવિ દલપતરામ ડાહ્યાભાઇના ચેાથા પુત્ર, નાતે શ્રીમાળી બ્રાહ્મણ છે. એમને જન્મ સં. ૧૯૩૩ માં ચૈત્ર શુદ ૧ ગુડી પડવાના દિવસે અમદાવાદમાં થયા હતા. એમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાંજ લીધેલું; પણ વિદ્યાર્થી અવસ્થામાં એમણે માપતાને તેાફાન મસ્તીથી રંજાડેલાં, તેથી કેટલાક સમય એમને સ્વ. પ્રેા. કાશીરામ દવેની પાસે મેાબીમાં રાખવામાં આવેલા; અને એમની સાથેના સહવાસની અસરથી એમના જીવનપલટા થયા. પિતાને પેાતે ન્હાનપણમાં સંતાપેલા તેને પશ્ચાત્તાપ એમણે ‘ભગવદ્દગીતા'ને અનુવાદ તેમને અર્પણ કરતાં, અપણુ પત્રિકામાં, પૂજ્ય ઉંડી લાગણી ભર્યાં શબ્દોમાં કર્યાં છે, જે એની સરસતાથી ગુજરાતી સાહિત્યમાં ચિરંજીવ રહેશે., તેમજ પ્રા. વેને કાવ્યાના બીજા ભાગના અણુમાં અર્પેલી નિવાપાંજલિ પણ એટલીજ સુંદર બની છે અને એમના પ્રત્યેની પૂજ્ય ગુરૂભક્તિ ભાવભીના હ્રદયે અસરકારક રીતે, તેમાં વ્યક્ત થઈ છે. સન ૧૮૯૩ માં મેટ્રીક થઇ, એએ એલફિન્સ્ટન કૉલેજમાં જોડાયા, ને ૧૮૯૬ માં ગુજરાત કાલેજમાં આવ્યા, ૧૮૯૮ માં પિતાના મૃત્યુ પછી ડેકન કાલેજમાં ગયા, અને સન ૧૮૯૯ માં ખી. એ. ની પરીક્ષા ફિલાસારી અને લાજીક ઐચ્છિક વિષય લઇને ખીજા વર્ગમાં પાસ કરી. સન ૧૯૦૧ માં એમ. એ., ની પરીક્ષા હિસ્ટ્રી, પોલિટિકલ ઈકાનાની અને પોલિટેક્સ વિષય લઈને પાસ કરી. તે પછી સન ૧૯૦૨ માં એએ સાદરા રăાટ સ્કૉલેજમાં રૂ. ૮૦ ના પગારથી પ્રથમ હેડમાસ્તર નિમાયા અને સન ૧૯૦૪ માં એમની રાજકેાટ રાજકુમાર કૉલેજમાં પ્રેફેસર તરીકે રૂ. ૧૫૦ ના પગારથી બદલી થઇ. આ જગા પર તેઓ સન ૧૯૧૩ સુધી રહ્યા હતા. તે અરસામાં એમના કાર્યથી પ્રસન્ન થઈ રાજકોટના નરેશ સ્વ. સર લાખાજી રાજે સરકાર પાસેથી એમની નાકરી ઉછીતી લઇ એમને સર ન્યાયાધિશ નિમ્યા. પ્રસંગેાપાત્ દિવાનનું કાય` એમને સાંપાતું હતું.ત્યાંથી પાછા ફરતાં રાજકુમાર કાલેજમાં તે વાસ પ્રિન્સિપાલ અને સન ૧૯૧૯ માં એજન્સી એજ્યુકેશન આપીસર થયા હતા. પણ સન ૧૯૨૧ માં દેશમાં રાષ્ટ્રીય હિલચાલનું જે પૂર ફરી વળ્યું તેમાં યથાશક્તિ ફાળા આપવા એએ પણ તત્પર બન્યા અને ૧૯૨૧ ના નવે ૧૧૬
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy