SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર ચરિત્રાવળી જ્યાં એમનું પ્રતાપી વકતૃત્વ તેમ ગંભીર તાત્ત્વિક વિચારવાળું ધાર્મિક પ્રવચન, હમેશ અસરકારક અને આલ્હાદક અને મનનીય થઈ પડે છે. સાહિત્ય પ્રતિ ખેંચાણ એમના મામા બાલાશંકરના સહેવાસથી થયેલું. સન ૧૮૮૫ માં તેમણે “સતીનાટક' લખેલું; સન ૧૮૯૨-૯૩ માં તોટકાચાર્યકૃત “શ્રુતિસાર સમુદ્ધરણ” નો અનુવાદ અને તે પછી મહાકાળમાં (વૈ. ૧૨) અપ્પય દિક્ષિતના વૈરાગ્ય શતક' નો તરજુમો છપાવેલો. એમના સ્વતંત્ર ગ્રંથમાં ગુ. વ. સોસાઇટી માટે લખી આપેલાં ‘હિન્દ તત્ત્વજ્ઞાનને ઈતિહાસ, બે ભાગમાં; “અખો', કમળાશંકર વ્યાખ્યાનમાળા અંગે આપેલાં વ્યાખ્યાનોનો સંગ્રહ, “સુપ્રજનન શાસ્ત્ર' સયાજી સાહિત્યમાળા માટે લખેલું અને “સંધ્યાકર્મ વિવરણું” “પ્રાતઃકાળ' ના તંત્રી તરફથી પ્રસિદ્ધ થયેલું એ ચારનો સમાવેશ થાય છે; અને તે બધાં ઉંચી કેટિનાં, મૂલ્યવાન અને સ્થાયી ઉપયોગનાં ગ્રંથ છે. સુપ્રજનનશાસ્ત્ર એ પુસ્તકને મૂળ ખરડો અંગ્રેજીમાં એક હરીફાઈ નિબંધ માટે લખાય; અને ઈગ્લાંડની યુનિકસ સોસાઈટીએ તેને શ્રેષ્ઠ ગણી ઈનામ બક્યું હતું. આ ઉપરાંત સંસ્કૃત, ગુજરાતી, તથા અંગ્રેજી ઘણું પુસ્તકોની અંગ્રેજીમાં તેમણે સમાલોચના The Indian Social Reformer તથા Indian Daily Mail કરેલી છે. સ્થાનિક સ્વરાજ્ય માટેનું એમનું કાર્ય જાણીતું છે. રેવન્યુ ખાતામાં હતા ત્યારથી તે માટે પ્રયત્ન કરતા રહ્યા છે. તે પછી અમદાવાદ મ્યુનિસિપાલેટીમાં ચીફ ઓફીસર તરીકે બે વાર અને છેવટ મુંબાઈ કરપરેશનમાં, નિવૃત્તિ થતાં આગમચ ડેપ્યુટી કમિકરના ઓઠા પર રહી કામ કરેલું, જે એકમતે પ્રશંસનિય ગણાયું છે. તત્ત્વજ્ઞાન અને ધર્મના ઉંડા અભ્યાસી અને સમર્થ ચિંતક તરીકે એમની ખ્યાતિ બહોળી છે, અને નવમી સાહિત્ય પરિષદે એમને ધર્મવિભાગના અધ્યક્ષ નીમીને, પરિષદનું ગૌરવ વધાર્યું હતું. તે સાથે તેઓ પ્રખર વકતા છે; એટલે એમની વિદ્વત્તા અને જ્ઞાનની છાપ શ્રેતા પર ઉંડી પડી, તેમના પ્રત્યે માનની લાગણી ઉપજાવે છે. એઓ હાલમાં નિવૃત્ત થયેલા છે. ઘણોખરો સમય અભ્યાસ અને લેખનકાર્યમાં અને જે કાર્યમાં પિતાને શરૂઆતથી શેખ હતો, તે સ્થાનિક ૧૧૦
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy