SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર ચરિત્રાવળી ન દાશ'કર દેવશ’કર મહેતા એએ જ્ઞાતિએ સાઠોદરા નાગર ગૃહસ્થ છે, એમના જન્મ તા. ૨૩ મી ગષ્ટ ૧૮૭૧ ના દિવસે થયા હતા. એમના પિતાનું નામ દેવશંકર નભુભાઇ, જે અમદાવાદ દસ્ક્રાઇના પહેલા વર્ગના મામલતદાર હતા. માતાનું નામ ખાઇ રૂક્ષ્મિણી, જે ઉલ્લાસરામ અર્જુનલાલના પુત્રી થાય. સ્વ. ઉલ્લાસરામે પણ મામલતદારી ભાગવી, સરકારની નેાકરી સરસ રીતે બજાવી, એમને વિશ્વાસ અને માન સંપાદન કર્યાં હતાં, તે એમને મળેલાં અનેક સરટીફીકેટ અને પત્રે પરથી સમજાય છે. સ્વ. કવિ બાલાશંકર એમના પુત્ર અને શ્રીયુત નર્મદાશંકરના મામા થાય. સન ૧૮૮૯ માં મેટ્રીકની પરીક્ષા પાસ કરી, તેએ ગુજરાત કાલેજમાં દાખલ થયેલા. સન ૧૮૯૪માં બી., એ. ની પરીક્ષા ભાષા (English and Sanskrit Literature) ઐચ્છિક વિષય લઈને ઉંચે નંબરે વડાદરા કાલેજમાંથી પાસ થતાં, તેમને ગુજરાત કૅલેજમાં દક્ષિણા ફેલે નિમવામાં આવ્યા હતા. તે વખતે પ્રિન્સિપાલ આનંદશંકર કૅલેજમાં સંસ્કૃતના અધ્યાપક હતા. તેમણે એમનામાં સંસ્કૃતિ માટે અભિરુચિ અને પ્રેમ જાગૃત કરેલા, તે કારણે તેએ અદ્યાપિ એમના માટે ગુરૂભાવ સેવે છે. ખી. એ., ની પરીક્ષામાં તેમને સંસ્કૃતમાં ભાઉદાજી ઇનામ રૂ. ૨૦૦) નું મળેલું, જે ઇનામ મેળવનાર ગણ્યાંગાંઠયાં ગુજરાતીએ મળી આવશે અને તેજ વર્ષે સુન ગાકુળજી ઝાલા વેદાંત પ્રાઇઝ મુંબાઇ યુનિવર્સિટી તરફથી હરીફાઇ નિબંધ માટે મળ્યું હતું. ત્યાર પછી બીજીવાર તેજ પ્રાઇઝ હરીફાઇમાં સને ૧૮૯૯ ની સાલનું “અદ્વૈત બ્રહ્મ સિદ્ધિ” નામના ગ્રંથના ઈંગ્રેજી ભાષાંતર બદલ તેમણે મેળવ્યું હતું. એમના પ્રિય વિષયા ધર્મ અને તત્ત્વજ્ઞાન છે. તેના અભ્યાસ અને અધ્યયનમાં એમને એમને સંસ્કૃતનું ઊંડું જ્ઞાન અને વિશાળ વાચન હુ મદદગાર નિવડયાં છે. સન ૧૮૯૬ માં તે રેવન્યુ ખાતામાં કલાર્ક તરીકે જોડાયલા; અને એ કારકજામાંથી સતત ઉદ્યોગ, ખંત, ખબરદારી, જાત હુંશિયારી, જે તે વિષય પરનું પ્રભુત્વ અને વિદ્વત્તાને લઇને તેઓ સરકારી નેકરીમાં, ડેપ્યુટી કલેકટરના ઉંચા હાદ્દા સુધી પહોંચ્યા હતા. એમની એ તીવ્ર બુદ્ધિશક્તિ અને મુચિાપલ્ય તેમ બહેાળા અનુભવની ખ્યાતિથી ખેંચાઇ, મુંબાઈ ૧૦૮
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy