SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ધનસુખલાલ કૃષ્ણલાલ મહેતા આ સિવાય તેમણે બાલઝાક, ગોતીએ, ગેલીઅન, જેકઝ વગેરે અમર સાહિત્યકારોની વિવિધ કૃતિઓનાં ભાષાંતર તેમજ રૂપાંતર કર્યો છે. તાં એમની ખાસ ખ્યાતિ તે હાસ્યરસના લેખક તરીકે વિશેષ છે. હાસ્યરસની વાતનો એમનો પહેલો સંગ્રહ “હું, સરલા અને મિત્રમંડળ” બહાર પડયો ત્યારે તરફથી તેની પ્રશંસા થઈ હતી. એમની હાસ્યરસ ખીલવવાની શક્તિની કદર કરી ઍ. બલવંતરામ ઠાકરે, પરિષદ ભંડોળ કમિટી તરફથી મોલીએરનાં બે નાટકનો અનુવાદ કરવાનું કાર્ય એમને સોંપ્યું હતું, જેને પરિણામે “ભૂલના નાગ” અને “બિચારો” એ નામથી એક પુરતક પ્રસિદ્ધ થયું છે. સન ૧૯૧૮ ના જાન્યુઆરીથી ૧૯૨૩ ના ડિસેંબર સુધી છ વર્ષ, મુંબઈના ગુજરાતી હિંદુ સ્ત્રીમંડળ તરફથી ચલાવવામાં આવતાં સૈમાસિક સ્ત્રીહિતોપદેશ” ના તંત્રી તરીકે એમણે કામ કર્યું હતું. સાહિત્ય સંસના આરંભથી જ તેના સભ્ય તેઓ ચૂંટાયા છે અને હાલ પણ ગુજરાતમાં તેમના હાસ્યરસિક લેખ નિયમિત પ્રકટ થાય છે. એક અચ્છા ભાષાંતરકાર તરીકે, ટુંકી વાર્તાના લેખક તરીકે અને ખાસ કરીને હાસ્યરસ પ્રધાન સ્કેન કર્તા તરીકે તેઓ જાણીતા છે અને દિવાન બહાદૂર કૃણલાલ મેહનલાલ ઝવેરી, રા. હિંમતલાલ ગણેશજી અંજારિયા અને રા. વિજયરાય કલ્યાણરાય વૈદ્ય જેવા જાગતા વિવેચકોએ હાલના ગુજરાતી સાહિત્યના હાસ્યરસના લેખકોમાં તેમનું સ્થાન બહુ ઉંચું નકકી કર્યું છે. તેમની નીચે જણાવેલ પ્રસિદ્ધ થઈ ગયેલ કૃતિઓ ઉપરાંત, ચાલુ વર્ષમાં (૧૯૩૦માં) એમની હાસ્યરસની વાતોના બે સંગ્રહ પ્રસિદ્ધ થવાનું છે–એક “વિનોદ વિહાર' આર. આર. શેઠ, મુંબઈ તરફથી અને બીજો “અમારી નવલકથા અને બીજી વાતો' પ્રસ્થાન કાર્યાલય તરફથી. ' એમના ગ્રંથોની યાદી ૧ ડીટેકટીવ બહાદૂર શેરલૅક હોમ્સ સન ૧૯૦૯ [ Study in Scarlet નું ભાષાંતર | ૨. ચંડાળ ચોકડી [Sign of Four નું ભાષાંતર ! સન ૧૯૧૩ ૩. મેટરલિંકના નિબંધ સન ૧૯૧૭ ૪. શેરલૅક હેમ્સનાં સાહસકર્મો [ Adventures of Sherlock Holmes s ciuit?! સન ૧૯૨૦ ૫. હું, સરલા અને મિત્રમંડળ, સને ૧૯૨૦ ૬. બિચારે અને ભૂલના ભોગ (મોલીએરનાં નાટકોનો અનુવાદ) સન ૧૯૨૧ છે. અસાધારણ અનુભવ અને બીજી વાતો સન ૧૯૨૪
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy