SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર ચરિત્રાવળી ધનશંકર હીરાશકર ત્રિપાઠી 6 " એમના જન્મ ખેડા જીલ્લામાં નડીઆદમાં વિક્રમાક` સંવત્ ૧૯૪૫માં ભાદ્રપદ શુદ એકાદશી ને ગુરૂવારે થયા હતા. તેમના પિતાનું નામ હીરાશંકર મહાશંકર ત્રિપાઠી અને માતાનું નામ તુળજાલક્ષ્મી છે. જ્ઞાતિએ એએ વડનગરા નાગર બ્રાહ્મણ છે. કેળવણી મેટ્રીક સુધી લીધી છે. લેખક તરીકે શરૂઆતમાં મેટ્રોકમાંથીજ તેમણે ‘સુન્દરી સુષેધ, ' · આ ધર્મ પ્રકાશ વગેરે માસિકામાં કવિતાએ અને લેખે આપવા શરૂ કર્યાં હતા. સુન્દરી સુખાધ’માં તે ‘સિદ્દેલાસી' ઉપનામથી લખતા. ૧૯૧૦ની સાલમાં ‘ગુજરાતી પંચ'માં પ્રુફ્ફરીડરની જગ્યા ખાલી પડતાં તે તે જગ્યાએ રહ્યા. ત્યારથી બન્ધુ સમાજ’ ના સભાસદેાના પરિચયમાં આવ્યા અને તેમાંના રા. ડાહ્યાભાઇએ ગુજરાતી પંચ' માં નાની નાની નાંધા લખવાના કામમાં તેમને શિક્ષણ આપ્યું. એકાદ વર્ષ બાદ ધનશંકર મુંબાઈના ‘ગુજરાતી પત્ર' માં જોડાયા, જ્યાં ભાષાન્તરે અને ખીજાં પત્રકારિત્વનું કામ કરવાની તેમને પુષ્કળ તક મળી. સાત વર્ષ` તેએ ત્યાં રહ્યા તે દરમ્યાન સાહિત્ય વ્યવસાય પણ વધી શક્યા. ગુજરાતી'ની ભારત લાકકથાના એ ભાગામાં તથા ‘ગુજરાતી’ના ચાલુ અંકમાં તેમને વાર્તાએ લખવાનું કામ પણ સોંપાયું હતું. ૧૯૧૭ માં ‘ગુજરાતી પંચ' માં તે ઉપતંત્રી તરીકે જોડાયા. આજ પણ તેઓ તે સ્થાને છે. તેમને પ્રિય વિષય ઇતિહાસ છે. તેમના ગ્રંથાની યાદીઃ ૧ વાìવૃક્ષ (ટૂંકી વાર્તાઓ) ૨ ચાખેરવાલી (ટાગારની નવલકથાના અનુવાદ) ૩ અલકકિશારી. (સૂચિત) ૪ સ્વદેશ (નિબંધા) ૫ સુમન સંચય (કાવ્યેા) ૬ ડૂબતું વહાણ (ટાગારની નવલકથાના અનુવાદ) ૭ ટાગારની ટૂંકી વાર્તાઓ (ભાષાન્તર) ૮ સત્તરમી સદીનું ક્રાન્સ (ભા. ૧ લેા) (અલેકઝાંડર ડૂમાના થ્રી મસ્કેટીઅસનું ભાષાન્તર.) ૯૮ ૧૯૧૪ ૧૯૧૬ ૧૯૧૬ ૧૯૧૮ ૧૯૧૮ ૧૯૧૯ ૧૯૨૦ ૧૯૨૦
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy