SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ છગનલાલ હરિલાલ પંડયા . સ. ૧૮૮૫ માં તેઓ મુંબઈની મ્યુનીસીપલ ગુજરાતી શાળાએના ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેકટર નીમાયા હતા. ત્યાંથી ઈ. સ. ૧૮૮૭ માં તેમની નોકરી બ્રીટીશ સરકારે સંસ્થાન જુનાગઢને ઉછીની આપી હતી અને તે રાજ્યમાં તેઓ (હાલ સ્વર્ગસ્થ) દેસાઈ હરિદાસ વિહારીદાસ, દિવાન સાહેબની ઓફીસના સુપરિન્ટેનડેન્ટ નીમાયા હતા. તે કામ ઉપરાંત રાજ્યનાં અનેક ખાતાનાં કામો તેમને વખતેવખત સેંપાતાં હતાં, છતાં તેમણે પ્રમાણિકપણે અને એકનિષ્ઠાથી એજ ઓફીસમાં ઉત્તરોત્તર ઘણું દિવાન સાહેબના હાથ નીચે નોકરી કરીને સર્વનો સંતોષ મેળવ્યો હતે. કેટલીક વાર તેમને એકિંટગ દિવાન તરીકે કામ કરવાનો પણ અવસર પ્રાપ્ત થયો હતો. બે ત્રણ વર્ષ તેઓ મુંબઈ યુનીવસટીની સ્કૂલ ફાઇનલ તથા મેટ્ટીક્યુલેશનની પરીક્ષામાં “ગુજરાતી”ના વિષયમાં પરીક્ષક પણ નીમાયા હતા. તે ઉપરાંત તેમણે જુનાગઢના ખુ. નવાબસાહેબ સર રસુલખાનજીની પણ સેવા ખરા દીલથી કરીને તેમનો સંપૂર્ણ વિશ્વાસ સંપાદન કર્યો હતો. નવાબ સાહેબને ઈંગ્લેંડ જવાનું ઠરતાં તેમની ગેરહાજરીમાં દિવાનપદ સ્વીકારવાનું તેમને તેઓશ્રીએ આગ્રહપૂર્વક કહેલું છતાં છગનલાલભાઇએ તેમની સહજ નમ્રતાથી તે પદને વિવેકપુર સર અસ્વીકાર કર્યો હતો. ઈ. સ. ૧૯૧૦ માં તેઓ નામદારનો અકાલ સ્વર્ગવાસ થવાથી જાનાગઢમાં બ્રીટીશ એડમીનીસ્ટ્રેશનની સ્થાપના થઈ ત્યારે પણ છગનલાલને એડમીનીસ્ટ્રેટર મિ. રેડોલે તથા તેમના પછી મિ. રોબર્ટસને ઘણી ખમદારી ભરેલી નોકરી સોંપીને પોતાને વિશ્વાસ પ્રતીત કર્યો હતો. તે એટલે સુધી કે ઈ. સ. ૧૯૧૪ માં તેઓ બ્રીટીશ સર્વસમાંથી પંચાવન વર્ષની વયે પેન્શન પર નિવૃત્ત થયા તે છતાં એડમીનીસ્ટ્રેટર સાહેબે તેમની નોકરી જુનાગઢ સ્ટેટમાં ચાલુ રાખી હતી ને તેમને કેળવણી ખાતાના ઉપરી અધિકારી નીમ્યા હતા. આ પ્રમાણે દશ વર્ષ એડમીનીસ્ટ્રેશન ચાલ્યું તે દરમ્યાન તેમણે વિવિધ ખાતાના ઉપરી અમલદાર તરીકે કામ કરીને સર્વની પ્રીતિ સંપાદન કરી હતી, અને ગુજરાતી શિક્ષકોના પગારના ઉંચા ગ્રેડ બાંધીને તેમજ ગુજરાતી શાળાઓ સાથે ઈગ્રેજી વર્ગ, બાળક તથા બાલિકાઓ માટે જોડીને કેળવણીની પ્રગતિમાં સંગીન વધારો કર્યો હતે. ઈ. સ. ૧૯૨૦ માં હાલના નામદાર નવાબ સાહેબ શ્રી મહાબત ખાનજી રાજ્યાસને આરૂઢ થયા ત્યારે તેઓશ્રીએ તેમની દીર્ધકાળની
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy