SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર ચરિત્રાવળી છગનલાલ વિધારામ રાવળ એએ જ્ઞાતિએ ઔદિચ્ય સહસ્ર બ્રાહ્મણ છે. લુણાવાડાના વતની, અને જન્મ પણ ત્યાં ફાગણ સુદ ૮ સ. ૧૯૧૫ ના રાજ થયા હતા. એમના પિતાનું નામ વિદ્યારામ અને માતાનું નામ ઝવેરઆઇ છે. સન ૧૮૮૧ માં તે છે. રા. ટ્રેનિંગ ફૅાલેજમાંથી ત્રીજા વર્ષમાં પાસ થઈ, સરકારી કેળવણી ખાતામાં દાખલ થયેલા, તે સન ૧૯૧૫માં પાંત્રીસ વર્ષની નાકરી કર્યા પછી નિવૃત્ત થયેલા. પ્રાચીન સાહિત્યના સંશોધક અને સગ્રહકાર તરીકે તે વધારે જાણીતા છે અને એક મહેતાજી તરીકે એમનું એ કા વિશેષ પ્રશંસાપાત્ર છે. આ પ્રકારની શેાધ માટે તેમને વડાદરા અને સુરતની સાહિત્ય પરિષદ સેાના અને રૂપાના મેડલ આપ્યા હતા. એમણે લુણાવાડા, ઝઘડીઆ, નાંદોદ, છેટાઉદેપુર વગેરે ભાગામાં, જ્યાં જ્યાં નાકરી અંગે રહેવાનું થયેલું ત્યાં ત્યાંથી આસપાસ ફ્રી જુનાં હસ્તલિખિત પુસ્તકા મેળવ્યાં હતાં; અને સ્વ. શેઠ પુરૂષાત્તમ વિશ્રામ માવજી સંગ્રહસ્થાનને ગુજરાતી હસ્તલિખિત પુસ્તકસંગ્રહ છે, તે એમણે જ એકઠા કરી આપ્યા હતા; વળી તેમાંના અપ્રસિદ્ધ અને અગત્યના કાવ્યગ્રંથાના પ્રકાશનનું કાર્ય શેઠની સહાયતા વડે એમણે આરંભ્યું હતું, જેના પાંચ ગ્રંથ “ પ્રાચીન કાવ્યસુધા ” એ નામથી પ્રસિદ્ધ થયલાં છે અને ખીન્ન એ ભાગા પૈકી પ્રાચીન કાવ્યવિનાદ ભાગ ૧ લે। આદિત્ય મુદ્રણાલયમાં છપાય છે તે ખીજો ભાગ છપાવવાના બાકી છે. આ પરથી એ વિષય પ્રતિ એમને કેટલા બધા અનુરાગ અને એને અભ્યાસ છે, તેની પ્રતીતિ થશે. એક શિક્ષક સામાન્ય રીતે ગામડામાં વૈદ પણ થઇ શકે છે; એ રીતે એ ક્ષેત્રમાં પણ એમણે સારૂં નાન પ્રાપ્ત કરેલું છે. જીનાં પુસ્તકામાંથી જે વૈદ્યકત્ર થા એમને મળી આવેલાં, તેને સારાહાર કરી, “ વૈદ્યવિલાસ '' એ નામથી ત્રણ-ભાગે “ગુજરાતી” પ્રેસ મારફત એમણે બહાર પાડેલા છે. ખાળગીત અને ખાળવાર્તા, એ વિષયેામાં તે। શિક્ષકે તૈયાર રહેવુંજ જોઇએ અને તે માટે એમણે તૈયાર કરી છપાવેલેા ગુજરાતના રસકલ્લાલ અને બાળવાર્તાઓના સંગ્રહ, ( ઠંડા પહેારની વાતા ભા. ૧ લેા ) શિક્ષકવને તેમજ બાળકાના માતિપતાને ખાસ ઉપકારક થઇ પડશે. ૬૪
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy