SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર ચરિત્રાવળી ચુનીલાલ વર્ધમાન શાહ - એઓ જ્ઞાતે દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન વણિક અને વઢવાણના વતની છે. તેમને જન્મ વઢવાણ શહેરમાં તા. ૨ જી મે ૧૮૮૭ ના રોજ થયેલો. પિતાનું નામ વર્ધમાન ફુલચંદ શાહ અને માતુશ્રીનું નામ નાથીબાઇ છે. તેઓ સને ૧૯૦૩ માં મેટ્રીક થયેલા, તે પછી તરત પત્રકારિત્વ Journalism ના ધંધામાં પડેલા. છેલ્લાં ૨૧ વર્ષથી તેઓ “પ્રજાબંધુ'ના ઉપતંત્રી છે; અને એક જવાબદાર અને કર્તવ્યનિષ્ઠ પત્રકાર તરીકે તેમણે સારી નામના પ્રાપ્ત કરેલી છે. ખાસ કરીને સદરહુ પત્રમાં ગયાં દસેક વર્ષથી દર પખવાડીએ સાહિત્યની ચર્ચા, “સાહિત્ય પ્રિય” એ સંજ્ઞા નીચે લખી, ગુજરાતી પત્રકારિત્વમાં એક નવું તત્ત્વ દાખલ કરવાને એમને યશ ઘટે છે. એ સાહિત્ય ચર્ચામાંના અભિપ્રાય જેમ તટસ્થ અને ન્યાયી તેમ ગંભીર અને વિચારશીલ હોય છે; અને તે કારણે તે સાહિત્ય રસિકમાં વિશેષ રસપૂર્વક અને હેસથી વંચાય છે; એટલું જ નહિ પણ અન્ય પત્રકારો અને લેખકેએ એ રીતિનું અનુકરણ કર્યું છે, તે એ કલમને માટે પત્રના પ્રયોજકે ખચિત મગરૂરી લેવા જેવું છે. “પ્રજાબંધું પત્રની સામાન્ય ખીલવણમાં પણ તેમને હિસ્સો મહત્ત્વનું છે. એક પત્રકારનું જીવન અતિ વ્યવસાયી, શ્રમભર્યું અને દોડધામનું હોય છે, તેમ છતાં એઓ હમેશ પિતાનું વાચન અને અભ્યાસ આગળ વધારતા રહેલા છે. વળી વધારે સંતોષકારક એ છે કે જે કાંઈ ફાજલ વખત મળે તેને નિયમિત રીતે સદુપયોગ કરીને તેઓ એમની લેખન પ્રવૃત્તિ ટકાવી રાખવા શક્તિમાન થયા છે. નીચે નેધેલી એમના ગ્રંથેની સૂચિ પરથી જોઈ શકાશે કે ગુજરાતી સાહિત્યમાં એમનો ફાળે, ખાસ કરીને ઐતિહાસિક વાર્તાઓમાં, હાસુને. નથી તેમ અવગણાય એમ નથી. તે ઉપરાંત તેમની નવલિકાઓ, કેટલીક નવલકથાઓ અને નિબંધે હજી પુસ્તકાકારે પ્રકટ થયા વિનાના રહ્યા છે. એમના ગ્રંથોની યાદી: ૩ અઢારમી સદીનું મહારાષ્ટ્ર, સન ૧૯૧૦ મિરાઠી “અજંક્ય તારા”ને આધારે ૨ કાશ્મીર અને કેસરી સન ૧૯૦૮ હિંદી “કાશ્મીર પતનને આધારે) ૯ ગુજરાતની ગર્જના અથવા હેમાચાર્યનું જીવનસૂત્ર સન ૧૯૧૭ ૬૨
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy