SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર ચરિત્રાવળી. એકબીજા સાથે રમતાં અને તેથી નહાનપણથી જ એકબીજામાં પ્રેમબીજ રેપાયેલાં અને પિષાયેલાં. એમનામાં સાહિત્યપ્રીતિના અંકુર બાળપણથી હતા. “બુદ્ધિપ્રકાશ”ની જૂની ફાઇલો વાંચતાં વાંચતાં હેમને તેઓ અંગ્રેજી બીજા ધોરણમાં હતા ત્યારે નિબન્ધ લખવાની પ્રથમ વૃત્તિ થયેલી અને તેથી પિતાના ગામ નડિઆદમાં તાબૂતનું સરઘસ જોઈ “તાબૂત” વિષે પહેલો નિબન્ધ લખ્યો હતા. તેઓ અંગ્રેજી પાંચમા ધોરણમાં હતા ત્યારે હેમણે નાટક લખવા ને કવિતાઓ રચવા માંડેલી. હેમનું પહેલું ભાષણ પણ તેજ અરસામાં “શ્રી નડિઆદ વડનગરા નાગર યુવક મંડલ”માં કરેલું અને પિતાના વક્તત્વની છટાથી શાતાઓને ચકિત કરી નાંખેલા. હાઈસ્કૂલના હેમના એક મુખપાઠનું શ્રવણ કરીને સાક્ષર શ્રી કમલાશંકર પ્રાણશંકર ત્રિવેદીએ પ્રસન્ન થઈને ભવિષ્ય ભાખેલું કે “ ચન્દ્રશંકર આગળ જતાં જરૂર મ્હોટા વક્તા થશે.” ઈ. સ. ૧૮૯૮ માં ગોવર્ધનરામભાઈ હાઈકેટની વકીલાત છોડી નડિઆદ રહેવા આવ્યા ત્યારથી તે હેમના નિકટ સંસર્ગમાં આવતા થયા અને હેમને તે સંબધ ઈ. સ. ૧૯૦૭ના જાન્યુઆરીમાં ગોવર્ધનરામભાઈના અવસાન સુધી રહે. ગોવર્ધનરામભાઈને ચન્દ્રશંકર ઉપર અત્યંત પક્ષપાત હતો અને હેમને ઘણું ખરું પિતાની પાસે જ રાખતા અને સાથેજ ફેરવતા. ચન્દ્રશંકરના આત્મવિકાસમાં ગોવર્ધનરામનું અર્પણ જેવું તેવું નથી. એમની સાત્ત્વિક ઉચાભિલાષિતા અને વિચારોની પરિપકવતા મહદંશે ગોવર્ધનરામભાઈ સાથેના નિકટ સંસર્ગને આભારી છે. શ્રીયુત ગોવર્ધનરામ ઉપરાંત શ્રીયુત મનઃસુખરામના નિકટ સંસર્ગમાં પણ તેઓ પુષ્કળ આવેલા-ખાસ કરીને કોલેજના અરસામાં વધારે, હેમની અસર પણ ચન્દ્રશંકરની મનોરચનામાં ઘણું થયેલી. એકંદરે, ચન્દ્રશંકર ઈ. સ. ૧૯૦૦માં મૅટ્રિક્યુલેશનની પરીક્ષામાં પહેલે પ્રયાસે પાસ થયા ત્યાં સુધીમાં અનેકદેશીય સંસ્કારી જીવનનાં બીજ હેમનામાં રોપાયેલાં દષ્ટિગોચર થવા માંડયાં હતાં. રમતગમતમાં તેમ જ વિવાદમંડલોમાં તેઓ અગ્રેસરપદ ભોગવતા-જેમ વર્ગમાં અભ્યાસમાં ભેગવતા તેમ. હેમનું કૉલેજ-જીવન પણ ઉજવલ અને સફલ હતું. તેઓએ મુંબાઈની ૫૪
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy