SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર ચરિત્રાવળી એક છે.” વક્તા તરીકે તે સારી છાપ પાડે છે. મેટીકમાં પાસ થયેલા ત્યારે કવીશ્વર દલપતરામે લખેલું “તમે તીવ્ર બુદ્ધિવાળા છે, માટે કેળવણું પામીને ઇડર રાજ્યમાં એક રત્ન નિવડશે.” લો વર્ગના પ્રિન્સિપાલ મી. સંકે લખેલું “I have the highest opinion about Mr. Bhatt's intelligence -મી. ભટ્ટની બુદ્ધિ ઈ. બાબતમાં મારે અભિપ્રાય ઉચો છે.” તે પછી ઈડરના મહારાજાધિરાજ સર કેસરીસિંહજીએ તેમને સ્ટેટ મુન્સફની જગા આપી હતી. સન ૧૯૦૧ના માર્ચ માસના અરસામાં ઈડર સ્ટેટે તેમની નોકરી છ માસની મુદતને માટે નામદાર અંગ્રેજ સરકારને ઉછીની આપી, ત્યારે તેમને અમદાવાદ રહેવાને પ્રસંગ પ્રાપ્ત થયેલ. તે રીચીડ પર સ્વ. ડાહ્યાભાઇ સેક્રેટરીના મકાન પાસે શા. ઉમેદરામ કાલિદાસના મકાનમાં તે વખતે રહેતા હતા. અહિં “ગુજરાતી પંચ”ના અધિપતિ અને માલિક શ્રીયુત સેમાલાલ મંગળદાસ શાહ સાથે પડોશમાં રહેતા હોવાથી મિત્રતા થયલી. ઇડર સ્ટેટની દશ વર્ષની નોકરી દરમિયાન તેઓ સેશન્સ જડજ સુધીના હોદ્દે પહોંચેલા અને કાર્યદક્ષતા માટે પંકાયેલા. ત્યાર બાદ સાત વર્ષ તેમણે મહિકાંઠા એજન્સીમાં વકિલાત કરી. તંદુરસ્તી આદિ કારણ માટે કંઇક નિવૃત્તિ મેળવવાની સલાહ મળતાં તેઓ માણસા સ્ટેટના દિવાન નિમાયા. હાલ છેલ્લાં ત્રણ ચાર વર્ષથી તેઓ દાંતા (ભવાનગઢ) રાજ્યના મુખ્ય દિવાનના પદે છે. એમનાં પુસ્તકોની યાદી ઇગ્રેજી ભણીને શું કરવું ? ૧૮૮૯ શુરવીર રાયસિંહ ૧૮૯૧ પદ્માકુમારી વા આધુનિક નાટકોનો ઉદ્દેશ છે દેખાય છે તે શે હે જોઈએ ? બાળગીત સ્ત્રી ગીતા અથવા વીજળી ગામડીયણ ૧૯૮૪ [ ગુજરાતી પંચની ભેટ ] રત્નગ્રંથી ૧૯૧૦ સુવર્ણકુમારી [ ગુજરાતી પંચ'ની ભેટ.] ૧૯૧૪ નિર્મળા [ ૧૯૨૪ પર
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy