SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્રીપદ નહીં તે રાજ્યમાં કેઈ ઉચ્ચપદ શોભાવતા હશે. એવી જ રીતે વદ્ધમાન શાહ, પદ્ધસિંહ શાહ વિષે પણ આ સંગ્રહના ઘણા લેખમાં મંત્રી તરીકેના ઉલ્લેખ છે (લેખાંક ૩૧૦, ૩૧૨). લેખાંક ૩૧૫ માં રાજનગરના મંત્રી ભંડારી અને એમના વંશજે અંગે ઉલેખ પ્રાપ્ત થાય છે, જે અંગે આજ દિવસ સુધી વિશેષ જાણવામાં આવ્યું નથી. (૯) મૂર્તિવિનાશક મેગલ સમ્રાટ શાહજહાંનું નામ લેખાંક ૨૮માં નેંધાયેલું છે. આવા મૂર્તિવિધ્વંશકનું નામ મૂર્તિ નીચે કેતરાવીને જૈનધર્મના દરિયાવદીલના અનુયાયાયીઓ બધાને આશ્ચર્યગરકાવ કરીદે છે !! (૭) લેખાંક ૩૧૨ માં જામનગરના જામ જશવંતસિંહજી માટે આ પ્રમાણે કહેવાયું છે –“ સૌરાષ્ટ્રને રાજા જેને નમસ્કાર કરે છે, કચ્છને રાજા જેના ભયથી ડરતો રહે છે, માળવાને રાજા જેને પિતાનું અધું આસન આપે છે, એવા પિતાના કુલમાં મુકુટ સમાન જામ જશવંતસિંહજી વિજયવંત રહે.” હકીકતમાં આ વર્ણન અતિશયોક્તિભર્યું છે. અબુલફઝલ નામને “આયને અકબરી”ને સુપ્રસિદ્ધ લેખક જામનગરના રાજ્યને “નાનું કચ્છ૨ કહે છે તે ઉપરથી જ એ રાજ્યના સ્થાન અંગે નિર્ણય થઈ શકશે. અલબત્ત, એ રાજ્ય પહેલેથી જ મહત્ત્વાકાંક્ષી રહ્યું હતું એ વાતનું સૂચન આ લેખથી થાય છે. (૮) લેખાંક ૩૩૩ માં જૂનાગઢના ઉપરકેટના સંવત ૧૫૦૭ ના શિલાલેખ એક ભાગ આપ્યો છે. જૂનાગઢના રાજાઓ જૈનધમી હતા એમ આ લેખ ઉપરથી જણાય છે. અંચલગરછીય શ્રી ભુવનતુંગસૂરિએ રાઉલ ખેંગાર ૪ થા (સંવત ૧૩૩૬-૯૦ ) સમક્ષ જૂનાગઢમાં તક્ષનાગને પ્રત્યક્ષ આણી ૧૬ ગારૂડીઓના વાદ જીત્યા ને તેમની પાસે જિંદગી પર્યત સર્પ પકડવાને ને ખેલાવવાનું બંધ ન કરે એ નિયમ કરાવ્યું તથા સવા લાખ જાળ છોડાવી, ૫૦૦ ભઠ્ઠીઓ બંધ કરાવી. ડો. જહેમ્નેસ ક્લાટે, તેમણે લખેલી અંચલગચ્છની પટ્ટાવલીમાં આ અંગે નેંધ લીધી છે. ભુવનતુંગસૂરિના પ્રભાવથી જૂનાગઢના રાજાઓ જૈનધર્માભિમુખ થયેલા. આ લેખમાં તેમણે અમારિઘેષણ કરાવેલી તેનો ઉલ્લેખ છે. ૧ સમ્રાટ જહાંગીર આ બાંધવા માટે કહે છે –“R ન ૩લાતા સવારો છી તરહ માનતા હૂં, નરે મેરે ની મા હૈ, હમારે જોડીવાર હૈ વન્સી છોરાવળ દૃના વિદ્દ હૈ ” (જુઓ શ્રી સત્યપ્રકાશ, વર્ષ ૭, અંક ૧૦-૧૧ માં શ્રી અગરચંદ નાહટા તથા ભંવરલાલ નાહટાને લેખક (“ ગવાતશત “નૈતરિહરરાષI સાર” પૃ. ૫૧૮ ). ૨ “ કારા ડુંગર કચ્છજા” (Black-Hils), પ્રો. વિલિયમ્સ રશ બૂક ૩ શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સ હેરડ, પૃ. ૨૯૩. The Indian Antiquary, Vol. XXIII, pp. 174-8, S. 54, ૫ ભુવનતુંગરિ મંત્રવાદિ હતા. એમની મંત્રવિદ્યા અને એમણે કરેલા કાર્યો માટે જુઓ “Comparative and Critical Study of Mantrashastra " by Mohanlal Bhagwandas Jhavery, Page 238.
SR No.032059
Book TitleAnchalgacchiya Lekh Sangraha
Original Sutra AuthorN/A
AuthorParshva
PublisherAnantnath Maharaj Jain Derasar
Publication Year1964
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy