________________
એ માલ
પ્રસ્તુત પુસ્તક Plato's Republic નું ભાષાન્તર છે. ગુજરાત વિદ્યાસભાના આ અનુવાદને લગતા ઠરાવને અનુસાર મૂળ ગ્રીકના પ્રે. જોવેટના અંગ્રેજી ભાષાન્તરને આધારભૂત ગણીને ગુજરાતી કરવામાં આવ્યું છે. અંગ્રેજીમાં બીજા પણ કેટલાએક અનુવાદો છે, અને તેને અનુવાદ કરતી વખતે પાસે રાખ્યા હતા. પ્રેા. જોવેટના અનુવાદ મુક્ત ભાષાન્તર ગણાય છે, તે પણ એને સામાન્ય રીતે બધા વિદ્વાનો બહુ ઊંચે સ્થાને મૂકે છે.
આ રીતે મૂળ ગ્રીક ગ્રંથને અંગ્રેજી દ્વારા ગુજરાતીમાં ઉતારવા જતાં ગુજરાતી ભાષાન્તરમાં ઘણી ઊણપ રહે એ સ્વાભાવિક છે. ગ્રીક ફિલસૂફીના અભ્યાસ કરતાં ઘણી જગ્યાએ અનેક શબ્દો અને વાકયો પણ ગ્રીક ભાષામાં આપેલાં હોય છે, તેટલા પુરતા એના અભ્યાસ કરી બનતાં સુધી મૂળ અને સમજવાના પ્રયત્ન કર્યાં છે. ગ્રીક ફિલસૂફીના અભ્યાસીઓએ અ ંગ્રેજીમાં જે જે પુસ્તકા બહાર પાડયાં છે તેમાંના અગ્રગણ્ય વિદ્વાનાના ગ્રંથાનો આધાર લઈ ને જ્યાં જ્યાં ફિલસુફ્રીના તેમજ બીજા ગ્રીક પારિભાષિક શબ્દો વાપરવામાં આવ્યા હાય, ત્યાં ત્યાં અંગ્રેજી ભાષાન્તરને વળગી ન રહેતાં મૂળ સ્રીક શબ્દના અર્થ ખરાબર સ્પષ્ટપણે ગુજરાતીમાં ઉતરી આવે તે રીતે ભાષાન્તર કરવાના પ્રયત્ન કર્યાં છે. . ત. અંગ્રેજીમાં Plato's Republic એમ છે, પરંતુ પ્રાચીન ગ્રીસમાં City States—નગર રાજ્યા હતાં, અને મૂળમાં પણ ‘Politeia tou kosm o u ' એમ છે, તેથી ગુજરાતીમાં ‘પ્લેટેનું આદર્શ નગર' એમ રાખ્યું છે. ખીજું ઉદાહરણ ધર્મનું છે. મૂળમાં ‘Dika i o s u n e ' શબ્દ છે. એ શબ્દને અંગ્રેજીમાં ઉતારવા ઘણા કઠિન છે એમ મનાય છે. અંગ્રેજી અનુવાદમાં Justice શબ્દ રાખ્યા છે. પરંતુ ગ્રીક D i k aio s u n e શબ્દમાં જેટલા અર્થ અભિપ્રેત છે તે ઉપરથી ગુજરાતીમાં તે માટે
•