SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫ અને પ્રત્યેક અંશ બુદ્ધિનું નિય ંત્રણ સ્વીકારે, અને માણસને વધારે સારા બનાવે તેવું હાવું જોઈએ. કામ તથા પ્રાણનું તત્ત્વ બુદ્ધિના આદેશ નીચે આવે એ હેતુથી શિક્ષણના કાર્યક્રમ પણ એવા હાવા જોઈ એ કે જેથી માણસ પ્રલેાભનેાની સામે ટકી શકે. સામાન્ય રીતે શિક્ષણની શરૂઆત ઠેઠ બાળપણથી કરવામાં આવે છે તેથી બાળકને નાનપણથી જે વાતે કહેવામાં આવે છે ત્યાંથી પ્લેટ શરૂઆત કરે છે. લંબાણુના ભયે આપણે તમામ વિગતમાં ઉતરી શકીએ એમ નથી, પરંતુ અહીં એટલું કહેવું જોઈ એ કે આજકાલના નવીન શિક્ષણશાસ્ત્રના સિદ્ધાન્તાથી પ્લેટો વાર્ક હતા. ઉ. ત. પ્લેટ એ સ્પષ્ટ કહ્યું છે કે આન્વીક્ષિકી કે તત્ત્વજ્ઞાનની પૂર્વ તૈયારી રૂપ જે ગણિત, ભૂમિતિ તથા શિક્ષણનાં તમામ મૂળતત્ત્વા છે તે નાનપણમાં જ ચિત્ત સમક્ષ રજુ થવાં જોઈ એ, જો કે જોરજુલમથી છેકરાનાં મન પર લાદવા માગતા હોઈએ એવા ખયાલથી શિક્ષણપદ્ધતિના અમલ કરવાનેા નથી. કારણ કાઈ પણ પ્રકારના જ્ઞાનની પ્રાપ્તિમાં હર કાર્ય વ્યક્તિએ ગુલામી મનેાદશા રાખવી ન જોઈ એ. શારીરિક વ્યાયામને જો ફરજિયાત કરવામાં આવે તે તે શરીરને હાનિકર્તા નીવડતા નથી; પરંતુ બળજબરીથી પ્રાપ્ત કરેલાં જ્ઞાનને ચિત્તમાં સ્થાન મળી શકતું નથી. તેથી આપણે બળજબરી વાપરવાની નથી, આથી પ્રાથમિક શિક્ષણનું સ્વરૂપ અમુક જાતની રમત જેવું ભલે હાય, કારણ તેા તમે (બાળકનું ) સ્વાભાવિક વલણ ( કઈ બાજુનું છે) તે વધારે સહેલાઈથી જાણી શકશે।. બહુજ બુદ્ધિપુરઃસરના આ ખયાલ છે.’' (પરિ ૭-૫૩૬ —–૫૩૭). પરંતુ આને અં જરા પણ એવા કરવાના નથી કે બાળકને બાળક જ રાખ્યા કરવું, અથવા એને ફાવે તેમ મારું થવા દેવું. કારણ પ્લેટાની પદ્ધતિમાં ઉગ્રમાં ઉગ્ર પરીક્ષણાને પણ સ્થાન છે, અને ઉત્તરાત્તર ચારિત્ર્યનાં બળની કે મુદ્દિની જે જે કસોટીએ આવે તેમાં જે લેાકેા નાપાસ થતા જાય તેમને અળગા કરીને જેમનામાં ખરી
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy