SearchBrowseAboutContactDonate
Page Preview
Page 619
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૪ પરિચછેદ ૧૭ તેથી હું બોલીશ જ.* તેણે કહ્યું: ઘણું સારું. ત્યારે મારું કહેવું સાંભળે, અથવા તો–મને જવાબ આપે. પ્રશ્ન પૂછો. અનુકરણનો અર્થ તમે મને કહેશે ? કારણ, મને ખરેખર ખબર નથી. તે શું મને ખબર હોય એ સંભવિત છે! (૫૯૬) કેમ નહિ ? કારણ તીર્ણ દૃષ્ટિવાળાના કરતાં મંદ દષ્ટિવાળો વસ્તુને ઘણી વાર જોઈ શકે છે. તેણે કહ્યું: સાવ સાચું; પરન્તુ મને એનો એછે ખયાલ હોય તો પણ તમારી હાજરીમાં એ કહી નાખવાની હિંમત ચાલતી નથી. તમે પોતે જ પરીક્ષણ કરે ને ? વારુ, ત્યારે આપણી સામાન્ય પદ્ધતિ અનુસાર જ આપણે નિરૂપણની શરૂઆત કરીશું. જ્યારે જ્યારે સંખ્યાબંધ વસ્તુઓને સામાન્ય નામ લાગુ પડતું હોય ત્યારે ત્યારે તે વસ્તુઓને અનુરૂપ એક “તત્વ” કે “ ૩૫” x હોય છે એમ આપણે સ્વીકારીએ છીએ;–તમે મારો કહેવાને ભાવાર્થ સમજે છો ને? સમજુ છું. આપણે ગમે તે એક સાદ દાખલે લઈએ; દુનિયામાં (વ) કેટલાયે ખાટલાન્ટેબલ હેય છે–ઘણું ય બધાં, શું નથી હોતાં? હા. પરંતુ એનાં તત્વ કે રૂ૫ તો માત્ર બે જ છે–એક ખાટલાનું તત્ત્વ, બીજું ટેબલનું. * પ્લેટોના સિદ્ધાન્તની ટીકા કરતાં એરિસ્ટોટલે કહ્યું કે “પ્લેટો મને વહાલે છે, પણ સત્ય વધારે વહાલું છે!” સરખાવો “સેફિસ્ટ” ૨૪૬, તથા ઉપર ૫૦૦–બ. x ogzil 647 802. 'First draft' --Realism in Logic.
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy