SearchBrowseAboutContactDonate
Page Preview
Page 614
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯૭ ૫૨ •* મળી જ શકવાના નથી, તેની ખાતર પેાતાની યુવાસ્થામાં એને કીચડમાં કચડાવા દેવાની અને સિંહ થવાને બદલે એને માંકડુ થવાની ટેવ પાડે છે, તેવા માણસને ખુશામત તથા હલકટપણાની ખાતર શું ઠપકા આપવામાં નથી આવતા ? (૪) તેણે કહ્યું: ખરું. અને ક્ષુદ્ર ધંધા તથા મજૂરની કળાઓને શા માટે હલકી ગણવામાં આવે છે? કારણ એટલું જ કે એ ઉચ્ચતર તત્ત્વની નબળાઈ સૂચવે છે; પેાતામાં રહેલાં પ્રાણીઓને કામુમાં રાખવા જેટલી એ માણસમાં શક્તિ નથી; પણ ઉલટી એની વિનવણી કરે છે, તથા એમની કઈ રીતે ખુશામત કરવી એ જ એને મુખ્ય અભ્યાસના વિષય બની રહે છે. એવું કંઈક કારણુ દેખાય છે ખરું. અને તેથી શ્રેષ્ઠ લેાકેામાં હાય છે તેવા શાસન નીચે એને મૂકવાની આપણને ઈચ્છા થાય છે, અને આપણે કહીએ છીએ કે જેનામાં (૬) દૈવી અંશનું શાસન હેાય તેવાના એણે સેવક થવું જોઇએ; અને તે પણ પ્રેસિમેકસ ધારતા હતા તેમ, સેવકના નુકસાનની ખાતર નહિ,× પણ એટલા જ માટે કે પેાતામાં રહેલા દૈવી વિવેકથી બધા પેાતાનું શાસન થવા દે; અથવા આ જો અશકય હાય તે પછી શકય હોય તેટલે અંશે આપણે બધા એક જ બંધારણ નીચે મિત્રો અને સરખેસરખા થઈ તે રહીએ. તે ખાતર ખાદ્ય અધિકારથી આપણું શાસન થાય તેા તેમાં શ્રેય જ છે. * સરખાવા નીચે પરિ, ૧૭ જ્યાં થર્સાઇટસ પુનર્જન્મે વાનર થવાનું પસંદ કરે છે. બૌદ્ધમતે ચિત્તની અમુક સ્થિતિને માંકડાની સાથે સરખાવી છેBuddhist Psychology: Mrs. Rhys Davids quoting Sutta Nipāta: “ They grasp, they clutch, then loose their hold again, As monkey gripping bough, then letting go,” × મુદ્દો ૯, થ્રેસિમેકસને છેવટના જવાબ.
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy