SearchBrowseAboutContactDonate
Page Preview
Page 600
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૪ ૪૯૫ છે. ત્યારે આપણે જે એમ સ્વીકારીએ, કે દુખને અભાવ તે સુખ, અથવા સુખને અભાવ તે દુઃખ–તો એ ખરું કેમ હોઈ શકે છે, અરાકય. ત્યારે આમાં કંઈ તથ્ય નથી, પણ એ માત્ર આભાસ છે; એટલે કે એકની એક “સ્થિતિ’ જે ક્ષણે દુઃખ હેય તેની સરખામણીમાં સુખરૂપ છે, અને સુખની સરખામણીમાં દુઃખરૂપ છે; પણ આ તમામ વિચારપદ્ધતિની પરીક્ષા સાચ્ચા સુખના ધોરણથી કરીએ ત્યારે જણાઈ આવે છે કે એ વાસ્તવિક નથી પણ એક પ્રકારનો માત્ર અધ્યાસ છે - અનુમાન એ આવે છે. () જે સુખની પહેલાં કશાં દુઃખે રહેલાં નથી, એ જાતનાં સુખ તરફ તમે નજર કરે, અને પછી કદાચ અત્યારે તમે કરે છે તેવી કલ્પના તમે કદી નહિ કરો કે સુખ એ માત્ર દુઃખને અંત છે કે દુઃખ સુખને. તેણે કહ્યું એ કયાં, અને ક્યાં મળી આવે ? એવાં ઘણુંયે છે; દાખલા તરીકે સુવાસનાં સુખે એ ઘણું જ તીવ્ર હોય છે, અને એનાં પુરેગામી દુઃખ હોતાં નથી; એક ક્ષણમાં એ આવે છે, અને એના ગયા પછી પોતાની પાછળ કશું દુઃખ મૂકી જતાં નથી. + તેણે કહ્યું. સાવ સાચું. (ક) ત્યારે શુદ્ધ સુખ એટલે દુઃખને ઉપશમ કે સુખને ઉપશમ એટલે દુઃખ એમ માનવાને આપણે લલચાઈશું નહિ. નહિ. * “Are not real but are a sort of imposition.” + એટલે કે બધાં શારીરિક સુખે માત્ર દુઃખના અભાવરૂપ નથી.
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy