SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૪ પરિછેદ ૮ મેં કહ્યું: આ જુલમગાર તે કેવું ધન્ય પ્રાણી હોવું જોઈએ; એણે (પ૬૮) બીજાઓને મારી નાંખ્યા, અને પિતાના વિશ્વાસુ મિત્રો તરીકે આવાને સ્વીકારે છે ! તેણે કહ્યું. હા, એમની જાત બરાબર આવી જ હોય છે. મેં કહ્યું: હા, અને એણે નવા પેદા કરેલા પુરવાસીઓ જે એની પ્રશંસા કરે છે, તથા જે એના સેબતીઓ છે તે આ રહ્યા,–જ્યારે સારા લોકે એને ધિકકારે છે અને એના સંગથી દૂર રહે છે. અલબત્ત. ત્યારે તે ખરેખર કરુણરસપ્રધાન નાટકમાં ભરપૂર વિવેક રહેલ છે, અને યુરીપીડીઝ કરુણરસપ્રધાન નાટકનો મહાન લેખક છે ! એમ કેમ? કેમ, કારણુ આવી અર્થગંભીર કહેવતને એ કર્તા છે – (૩) “જુલમગારો વિવેકી છે, કારણ તેઓ વિવેકી સાથે રહે છે, અને જુલમગાર જેમને પોતાના સંબતીઓ તરીકે સ્વીકારે છે, તેઓ વિવેકી છે એવો તેને કહેવાને ભાવાર્થ હતો એ સ્પષ્ટ છે. તેણે કહ્યું હતું, અને જુલમી રાજ્ય દૈવી હોય એ રીતે તેનાં એ વખાણ કરે છે; આ જાતની બીજી કેટલીયે બાબતે એ તથા બીજા કવિઓ કહે છે. ' કહ્યું અને તેથી કરુણરસપ્રધાન કવિઓ જુલમી રાજ્યના પ્રશંસકે છે એ કારણે, જે આપણે એમને આપણા રાજ્યમાં આવકાર ન આપીએ, તે આપણને તથા આપણી રીતે રહેનારા બીજાઓને તેઓ પોતે વિવેકી માણસો છે તો માફ કરશે જ એમ હું માનું છું. (૪) તેણે કહ્યું: હા, જેમનામાં આટલું સમજવા જેટલી બુદ્ધિ હશે તેઓ નિશંક આપણને માફ કરશે.
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy