SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૦ ૫૬૫ પછી પાલક જુલમગાર કેવી રીતે થવા માંડે છે ? લાયસિયન ઝયુસના આર્કડિયામાં આવેલા મંદિરની વાતમાં આવતા માણસની જેમ એ જ્યારે કરે ત્યારે એમ બનવા પામે એ સ્પષ્ટ છે. કઈ વાત ? વાત એવી છે કે બીજા બલિનાં આંતરડાંઓ સાથે ભેળાઈ ગયેલા એક પણ નરબલિનાં આંતરડાઓના ટુકડાઓને જે કઈ સ્વાદ લે તેને વરૂનો (૬) અવતાર આવે છે. તમે એ વાત સાંભળી નથી ? ' અરે હા. અને લેકેને આ પાલક એમના જેવો જ હોય છે; આખો પ્રાકૃત જનસમૂહ એની આજ્ઞાને આધીન હોય છે તેથી સગાઓનાં લોહી રેડતાં પણ એ અટકતો નથી; બેટા અપરાધ લાદવાની મનગમતી પદ્ધતિની મદદથી, આખા ને આખા માણસો ગુમ કરી દે તથા અપવિત્ર હોઠ અને જીભથી પોતાના પૂરવાસી બંધુઓનું લોહી ચાખતો એ તેમને કોર્ટમાં ઘસડી જાય છે અને એમનું ખૂન કરે છે; કેટલાએકને એ મારી નાંખે છે, અને બીજાઓને એ દેશનિકાલ કરે છે, અને એ જ વખતે બધાં દેવાં ફોક કરવાની તથા જમીન વહેંચી લેવાની એ સુચના કરે છે. (૫૬૬) અને આ પછી એનું ભાવિ કેવું થશે ? શું એના દુશ્મનોના હાથે એને નાશ નહિ થાય, અગર માણસ મટીને શું એ વરૂ–એટલે કે જુલમગાર નહિ બને ? અચૂક. મેં કહ્યું: ધનવાન લેકેની સામે પક્ષ ઊભું કરનાર પણ આ જ છે? આ જ. થોડા વખત પછી એને હાંકી કાઢવામાં આવે છે, પણ એના દૂમિનેના વિરોધ છતાં પુખ્ત જુલમગાર તરીકે એ પાછો આવે છે. એ સ્પષ્ટ છે. () અને જે તેઓ એને હાંકી કાઢવાને કે જાહેર આરોપ
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy