SearchBrowseAboutContactDonate
Page Preview
Page 560
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૪ થય પણ આમ બને છે. ખરું. શું રાજ્યામાં કે પછી શું વ્યક્તિઓના જીવનમાં, સ્વતંત્રતાની અતિશયતા ગુલામીની અતિશયતામાં જ પરિણમતી દેખાય છે. હા, એ નૈસગિક ક્રમ છે. અને આ રીતે પ્રજાસત્તાક રાજ્યમાંથી સ્વાભાવિક રીતે જ જુલમી રાજ્ય, અને સ્વત ંત્રતાના સૌથી અંતિમ પ્રકારમાંથી ભારેમાં— ભારે ઉત્કટ પ્રકારનાં જુલમ અને ગુલામી ઉત્પન્ન થાય છે. આપણી ધારણા અનુસાર. પરંતુ હું માનું છું કે તમારા પ્રશ્ન આ ન હતા--એ અંધાધૂંધી તે કઈ છે કે જે મૂડીવાદી રાજ્ય તથા પ્રજાસત્તાક (ત્ર) રાજ્યમાં ઉત્પન્ન થાય છે અને બંનેના ાશ કરે છે—એ જાણવાની તમારી ઇચ્છા હતી, ખરું ને? તેણે જવાબ આપ્યા; બરાબર એ જ. મેં કહ્યું: વારુ, હું આળસુ ઉડાઉ લેાકેાના વર્ષાંતે ઉલ્લેખ કરવા માગતા હતા, જેમાંના વધારે શુરવીર હોય તે નેતાઓ થાય છે અને વધારે કણુ અનુયાયીઓ થાય છે—એ જ જેમને આપણે કેટલાએક ડંખવાળા અને ખીજા ડંખ વગરના ભમરાઓની સાથે સરખાવતા હતા. બહુ ચેાગ્ય સરખામણી. શરીરમાં કફ્ અને પિત્ત હાય છે એના જેવા આ બે વ જે કાઈ નગરરાજ્યમાં પૈદા થાય છે તેને મરકીરૂપ થઈ પડે છે. (F) * આ સિદ્ધાન્ત રાજ્યબંધારણાના વિશિષ્ટ સ્વરૂપને લાગુ પાડવાને છે, સામાન્ય સ્વરૂપને નહિ, કારણ નહિ તેા આદર્શ નગર રાજ્યમાંથી એકŁમ જ જુલમી રાજ્ય ઉત્પન્ન થાય. લગભગ સામ્યવાદના સિદ્ધાન્ત કે હરકેાઈ પક્ષ (Thesis) માંથી એને પ્રતિપક્ષ ( Ant!thesis ) ના ઉદભવ થાય છે, જો કે પ્લેટામાં ઉચ્ચતર સમન્વય ( Synthesis ) ની પ્રક્રિયા આવતી નથી.
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy