SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૩ અંડેઇમૅન્ટસે કહ્યું : હું માનું છું કે એનામાં ઝઘડા કરવાની મનેાવૃત્તિ રૂપી જે ખાસિયત હશે તેટલા પૂરતા તે આપણા લાઉકાનને મળતા આવતા હશે. ૫૪૮ (૬) મેં કહ્યું : કદાચ એ એક બાબતમાં તેને મળતા આવતા હશે, પણ બીજી વિગતામાં એ બે વચ્ચે બહુ ફેર છે. કઈ વિગતામાં ? એનામાં પેાતાનેા કક્કો ખરા કરવાની વૃત્તિ વધારે હશે, એ છે સંસ્કારી હશે. અને છતાં સંસ્કૃતિને એ મિત્ર હરશે; અને (૫૪૯) શ્રોતા તરીકે એ સારા હશે, પણ વકતા તરીકે નહિ. એવા માણસ ગુલામે પ્રત્યે નિષ્ઠુર થઈ જાય એવેા સંભવ છે, જ્યારે સંસ્કારી માણસ એટલે તે માની હોય છે કે એ એમ કરે જ નહિ; અને સ્વતંત્ર પુરવાસીએ પ્રત્યે એ સભ્યતાવાળા હશે, અને અધિકારી વર્ગના અત્યંત અ જ્ઞાંકિત થઈ રહેશે; એ સત્તાના અને માનના ભૂખ્યા હરશે; તથા પાતે સારા વકતા છે કે એવા કોઈ કારણસર નહિ, પરંતુ પેાતે એક સૈનિક છે અને શસ્ત્રના ખેલ ખેલેલા છે તેથી એ શાસનકર્તા હેાવાના દાવા કરે છે; શિકારનેા તથા શારીરિક કસરતાના પણ એ શેાખાન હશે. કુળપર પરા પર રચેલા હાય છે તેને મળતું વ્યકિતગત ચારિત્ર્ય આ પ્રકારનું હાય છે. હા, જે રાજ્યના પાયેા એવા માણસ યુવાવસ્થામાં પૈસાટકાના તિરસ્કાર કરશે; પણ એ (૬) જેમ જેમ વૃદ્ધ થતા જશે તેમ તેમ એના તરફ એ વધારે આકર્ષાશે; કારણુ એણે પેાતાના ( આત્માના ) શ્રેષ્ઠ પાલક ગુમાવ્યા છે તેથી સદ્ગુણ પ્રત્યેની એની મનેવૃત્તિ એકાગ્ર નહિ રહે, અને પરિણામે એના સ્વભાવમાં કૃપણુતાનો અંશ દાખલ થશે. એડેઈ મેન્ટસે કહ્યું : એ ( શ્રેષ્ઠ પાલક) તે કાણું ? મેં કહ્યું: માનસિક કેળવણી સાથે સયાજાયેલી ફિલસૂફી, જે માણસના આત્મામાં આવીને વસે છે તથા જીવનભરના એના સદ્ગુણાની જે તારણહાર છે.
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy